વૈશ્ર્વિક મહામારી કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે રાજય સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યાજેના જાહેર કરવામાં આવી છે જેમાં માતા કે પિતા પૈકી કોઈ એક વાલીનું અવસાન થયું હોય તેવા બાળકોને 18 વર્ષ સુધી માસિક રૂ.2000ની આર્થિક સહાય આપવામાં આવે છે. હવે આવો લાભાથી દિકરીને લગ્ન સમયે રૂ.2 લાખની સહાય આપવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
બજેટમાં કરવામાં આવેલી જાહેરાતને શરતોના આધારે વહીવટી મંજૂરી આપવામા આવી છે.કોવિડ -19 મહામારી દરમિયાન અનાથ થયેલાબાળકોને ” મુખ્યમંત્રી બાળ સેવા યોજના ” અન્વયે સહાય પેટે બાળક 18 વર્ષ પૂર્ણ કરે ત્યા સુધી માસીક રૂ .4000 / – સહાય પેટે આપવાનું ઠરાવેલ છે. મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાનો લાભ અનાથ બાળકોને 18 વર્ષથી વધારી 21 વર્ષ સુધી આપવામાં આવ્યો છે.મુખ્ય મંત્રી બાળ સેવા યોજના ” નો લાભ માતા/પિતા પૈકી એક વાલીનું અવસાન થયેલ હોય તેવા કિસ્સામાં બાળક દિઠ માસિક રૂ .2000 / – સહાય બાળક 18 વર્ષ પૂર્ણ થાય ત્યા સુધી આપવા નકકી કરાયું છે.પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીના લગ્ન સમયે રૂ.2 લાખ સહાય આપવા બાબતની વર્ષ 2023-24 માટેની કુલ રૂ .2000 લાખની જોગવાઈ કરવામાં આવી હતી.પુખ્ત વિચારણાને અંતે પાલક માતા પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીના લગ્ન સમયે કુલ 2 લાખ સહાય આપવા બાબતની વર્ષ 2023-24 માટેની કુલ રૂ .2000 લાખ ખર્ચ કરવાની નીચે જણાવેલ શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવે છે.આ યોજના સમગ્ર ગુજરાત રાજયમાં લાગુ પાડવામાં આવે છે પાલક માતા – પિતા અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી પૈકી તા .1/4/ 2023 ના રોજ કે ત્યાર બાદ લગ્ન કરનાર ક્ધયાઓને જ આ ઠરાવથી મળનાર સહાયનો લાભ મળવાપાત્ર થશે.
આ યોજનાનો લાભ એક જ વાર મળશ. આ યોજનાના લાભાર્થી દ્વારા લગ્ન થયા તારીખથી 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે, સહાયની રકમ ડીબીટી આપવામાં આવશે. આ રકમ લાભાથી ક્ધયાના બેંક ખાતામાં ડીબીટી મારફતે એક સાથે જમા થશેે. આ યોજનાને ડીબીટી પોર્ટલ ઉપર ફરજીયાત નોંધવાની રહેશે.આ યોજના હેઠળ નિયત થયેલ લાભાર્થીઓની મર્યાદામાંજ તેમજ અંદાજપત્રિય જોગવાઇની મર્યાદામાં જ સહાય ચુકવવાની રહેશે . કોઇ પણ સંજોગોમાં આ યોજના હેઠળ નિયત નાણાકિય મર્યાદા અને લાભાર્થીની સંખ્યા વધે નહી તે મુજબનું આયોજન કરવાની તકેદારી નિયામકશ્રી, સમાજ સુરક્ષાએ રાખવાની રહેશે, યોજનાકીય મેનપાવરની મર્યાદામાં જ ખર્ચ કરવાનો રહેશે. પારદર્શક પ્રક્રિયા અનુસરી લાભાર્થીની પસંદગી કરવાની રહેશે .
Read About Weather here
કેંદ્ર સહાયિત યોજનામાં ફંડ કેંદ્ર સરકાર ફાળવે તે મુજબ જ યોજનાકીય લાભ લાભાર્થીને આપવાનો રહેશે. પાલક માતા પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીના લગ્ન સમયે 18 વર્ષ પૂર્ણ થયેથી લગ્ન બાદ લાભાર્થી દ્વારા મેરેજ સર્ટી સાથે કરવામાં આવેલ સહાય આપવાની અરજીના આધારે રૂ .2.00 લાખ સહાય આપવામાં આવશે. પ્રવર્તમાન યોજનાના નોમ્ર્સ અને સહાયની રકમમાં જો ફેરફાર કરવાનો થતો હોય તો તે અંગે રાજ્ય સરકારના આદેશો મેળવી લેવાના રહેશે . આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ જે તે વર્ષની અંદાજપત્રીય જોગવાઈને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવી ગ્રાંટની મર્યાદામાં કરવાની રહેશે. પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ અને જરૂરીયાત પ્રમાણે આગામી નાણાંકીય વર્ષમાં પર્યાપ્ત બજેટ જોગવાઈ કરાવી લેવાની રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here