કેશોદના શેરગઢ નજીક કાર પલ્ટી જતાં સમઢીયાળા ગામની મહિલા સહિત પાંચ માસની બાળકીનું કરુણ મોત નીપજતા અરેરાટી વ્યાપીજવા પામેલછે.તાલુકાનાં શેરગઢ ગામે કળષ્ણનગર પરા વિસ્તારમાં ખેતરે રહેતાં કાળુભાઈ પરસોતમભાઇ કુંભાણીની સમઢીયાળા ગામે સાસરે રહેતી દિકરી જીનલબેન રેનીશભાઈ વેકરીયા પાંચેક માસ અગાઉ ડીલેવરી કરવા માવતરે આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
અને ફુલ જેવી બાળકીનો જન્મ આપ્યો હતો ત્યારે સમગ્ર પરિવાર ખુશખુશાલ હતો.કેશોદના શેરગઢ ગામે કળષ્ણનગર પરા વિસ્તારમાં વાડીએ રહેતાં કાળુભાઈ પરસોતમભાઇ કુંભાણીના વેવાઈ સહિતના લોકો ફોર વ્હીલ કાર લઈને પોતાની પુત્રવધૂ સાથે પૌત્રીને તેડવા આવ્યા હતા અને પરત ફોર વ્હીલ કાર રજીસ્ટ્રેશન નંબર જીજે-૧૧-સીએચ-૮૦૯૪ માં સમઢીયાળા જવા નીકળ્યાં હતાં ત્યારે શેરગઢ નજીક આવેલાં મોટા પુલ પાસે વળાંકમાં કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતાં કાર વોકળુ કુદી ખેતરની કાંટાળી વાડ કુદીને ખેતરમાં ગોથાં ખાઈ પડી જતાં આકસ્મિક ઘટના બની હતી.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં બેઠેલા મનસુખભાઈ ભગવાનજીભાઈ વેકરીયા ઉમર વર્ષ ૫૨, શિલ્પાબેન મનસુખભાઈ વેકરીયા ઉમર વર્ષ ૫૦, અલ્પેશભાઈ અમળતભાઈ કોટડીયા ઉમર વર્ષ ૩૭, જીનલબેન રેનીશભાઈ વેકરીયા ઉમર વર્ષ ૨૧ અને પાંચ માસની બાળકી ઈજાગ્રસ્ત થતાં જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જયારે શિલ્પાબેન મનસુખભાઈ વેકરીયા ઉમર વર્ષ ૫૦ અને પાંચ મહિનાની દીકરીના કરુણ મોત થયા હતા.પરિવારમાં શોક સાથે ગમગીની છવાઇ ગયેલ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here