
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)માં મોટો ફેરફાર કર્યો છે. તેનાથી શિક્ષણ પદ્ધતિ બદલાવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે હવે 2024ના શૈક્ષણિક સત્ર માટે પાઠ્યપુસ્તકો બદલાશે. શિક્ષણ મંત્રાલય દ્વારા નવા અભ્યાસક્રમના માળખાની જાહેરાત કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
તે હેઠળ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ બે ભાષામાં અભ્યાસ કરવાનો રહેશે. તેમાંથી એક ભાષા ભારતીય હોવી જરૂરી છે. તેની સાથે શિક્ષણ મંત્રાલયે કહ્યું કે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત આયોજિત કરાશે. જેનાથી વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠ સ્કોર જાળવી રાખવાની તક મળશે. શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસક્રમના માળખા હેઠળ બોર્ડની પરીક્ષાઓ મહિનાઓ સુધીની કોચિંગ અને ગોખણપટ્ટી કરવાની ક્ષમતાની તુલનાએ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની સમજ તથા દક્ષતાના સ્તરનું મૂલ્યાંકન કરશે. શિક્ષણ મંત્રાલયના અભ્યાસક્રમના માળખા હેઠળ ધોરણ 11 અને 12માના વિષયોની પસંદગીનું સ્ટ્રીમ સુધી મર્યાદિત નહીં રહે. પણ વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓને પસંદગીનો વિષય પસંદ કરવાની આઝાદી મળશે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here