કેનેડામાં રહેતા નાગરિકો માટે ગુડ ન્યુઝ:આજથી ભારત તરફથી વિઝા સેવાનો પુન:પ્રારંભ

કેનેડામાં રહેતા નાગરિકો માટે ગુડ ન્યુઝ:આજથી ભારત તરફથી વિઝા સેવાનો પુન:પ્રારંભ
કેનેડામાં રહેતા નાગરિકો માટે ગુડ ન્યુઝ:આજથી ભારત તરફથી વિઝા સેવાનો પુન:પ્રારંભ
ભારત કેનેડામાં કેટલીક શ્રેણીઓ માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે, આ આદેશ આજથી જ એટલે કે 26 ઓક્ટોબર 2023થી લાગુ થશે. જે શ્રેણીઓ માટે સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે તેમાં એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારતીય હાઈ કમિશન દ્વારા આ માહિતી આપવામાં આવી છે.નોંધનિય છે કે, આ પહેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. જોકે સંબંધો હજુ પણ નાજુક તબક્કે છે. પહેલા કેનેડા તરફથી ભારત જનારા પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. આ પછી ભારતે ખાલિસ્તાન સમર્થકોની ધમકીને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી પણ જાહેર કરી હતી.આ દરમિયાન 21 સપ્ટેમ્બરે કેનેડામાં ભારત માટે વિઝા સેવાઓ પૂરી પાડતી એજન્સીએ ઓપરેશનલ કારણોસર થોડા સમય માટે આ સુવિધાને સ્થગિત કરી દીધી હતી.

Read National News : Click Here

BLS ઈન્ટરનેશનલ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઓપરેશનલ કારણોસર કેનેડામાં ભારતીય વિઝા સેવાઓ તાત્કાલિક અસરથી એટલે કે 21 સપ્ટેમ્બર 2023 થી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. કેનેડામાં ભારતીય વિઝા સેવાઓના પોર્ટલ પર એક સૂચના પ્રકાશિત કરવામાં આવી હતી. આમાં ભારતીય મિશનોને સંબોધિત કરતી વખતે એવું કહેવામાં આવ્યું હતું કે, ઓપરેશનલ કારણોસર ભારતીય વિઝા આપવાની પ્રક્રિયાને આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકોને અપડેટ માટે વેબસાઇટ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here