
રિકવરીના કામે ડભોઇ જતા હતા ત્યારે કૂતરું આડે આવતાં અકસ્માત સર્જાય ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત, સાથી કર્મી બાઇક હંકારી રહ્યાં હતાકારવણ અને ડભોઇ વચ્ચે માર્ગમાં કૂતરું આડે આવતાં બાઈક સ્લીપ થઇ જતાં બાઈક પર પાછળ બેઠેલા પૂર્વ ઇન્ટરનેશનલ ખો-ખો ખેલાડી નિલેશ સપકાળનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. તે રીકવરીના કામ માટે ડભોઈ જઇ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો, બનાવના સંબંધમાં પોલીસે ગહન તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
પ્રાપ્ત માહિતી મુજબિ નિલેશ સપકાળ (ઉ.41, રહે. અક્ષર હાઈટસ,માંજલપુર) અને આર.બી.ફુલવાલા બંને ખાનગી બેંકમાં રીકવરનું કામ કરતાં હતા.બંને જણાં સોમવારે ડભોઈ તાલુકાના કારવણથી ડભોઇ નગર તરફ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં કૂંતરૂ આવી જતાં બાઈક ચલાવનાર આર.બી.ફૂલવાલા બાઈક પર કાબુ રાખી શકયા ન હતા અને બાઈક સ્લીપ થઇ જતાં ફૂલવાલા અને બાઈક પાછળ બેઠેલાિ િનલેશ સપકાળ નીચે પટકાયા હતા.જેના પગલે બંનેને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી.
Read About Weather here
બંને સારવાર અર્થે નજીકની પ્રથમ સરકારી હોસ્પિટલ ત્યારબાદ બંનેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જયાં નિલેશ સપકાળનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જેના પગલે સપકાળના પરિવારમાં અને ખોખોના ખેલાડીઓમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.નિલેશ સપકાળ પૂર્વ ઇન્ટરનેશનલ ખો-ખો ખેલાડી હતા.,બનાવના સંબંધમાં પોલીસે ગહન તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here