સબ સ્ટેશન પર ફીડર સાથે સોલાર પ્લાન્ટ લગાવી ઉત્પન્ન કરાશે 120 મેગાવોટ સૌરઊર્જા
ખેડૂતોના જીવનમાં સુખાકારીનો સૂર્યોદય લાવતી ‘કિસાન સૂર્યોદય યોજના’ હેઠળ વિવિધ ગામોમાં કૃષિ માટે દિવસે વીજળી અપાઈ રહી છે. પ્રથમ તબક્કામાં સમાવિષ્ટ સૌરાષ્ટ્રના 15 તાલુકાનાં 434 ગામોના ખેડૂતોને સવારે પાંચથી રાત્રે નવ વાગ્યા સુધી વીજળી આપવામાં આવી રહી છે, તેમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પી.જી.વી.સી.એલ.)ના મેનેજિંગ ડિરેક્ટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
તેમણે કહ્યું હતું કે,આ યોજના અંતર્ગત અમરેલીના બે તાલુકા,ગીર સોમનાથના છ તાલુકા તેમજ જુનાગઢના સાત તાલુકા મળીને 15 તાલુકામાં 340 ફીડરો મારફતે દિવસે વીજળી પહોંચી રહી છે. નોંધનીય છે કે,ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે. ખેડૂતોના ખેતર સુધી વીજળી પહોંચાડવા માટે જેટકો દ્વારા હાલ વિવિધ તબક્કાઓમાં પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે.જે મુજબ,વીજ વિતરણ નેટવર્કને મજબૂત બનાવવાની કામગીરી ચાલી રહી છે.આ ઉપરાંત ખેતરો સુધી દિવસે વીજળી પહોંચાડવા માટે વીજ ઉત્પાદન ક્ષમતા વધારવાનું કાર્ય ચાલે છે.
ઉપરાંત ઉત્પાદિત ઊર્જાના પરિવહન માટે વીજ લાઇનોને મજબૂત બનાવવાની કામગીરી પણ ગતિમાં છે.આમ સુવ્યવસ્થિત ત્રિ-સ્તરીય આયોજન સાથેનું કામ ગતિમાં છે.
બરનવાલે જણાવ્યું હતું કે, ઊર્જાના પરિવહનમાં થતો લાઈન લોસ તેમજ સમય ઘટાડવા,ઉપરાંત ખેડૂતોના ઘર આંગણે જ વીજ ઉત્પાદન કરીને તેમને તત્કાલ વીજળી પહોંચાડવાના આયોજન પણ ગતિમાં છે. પી.જી.વી.સી.એલ. દ્વારા ડિસ્ટ્રીબ્યુટર જનરેશન ઉપર કામ ચાલી રહ્યું છે.
ભારત સરકારની પી.એમ. કુસુમ-સી (પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન) યોજના હેઠળ,સબ સ્ટેશન લેવલ ઉપર દરેક ફીડરની સાથે સોલાર પ્લાન્ટ લગાવાશે.જેનાથી ઊત્પાદિત સૌરઊર્જા ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવામાં આવશે.આ યોજના અંતર્ગત 120 મેગાવોટ સૌરઊર્જાના ઉત્પાદન માટેની બીડ આવી ગઈ છે અને તેને મંજૂરી માટે વડી કચેરીએ મોકલી આપવામાં આવી છે.મંજૂરી પછી તેની કામગીરી પણ શરૂ થઈ જશે અને 120 મેગાવોટ એનર્જી અમારા નેટવર્કમાં આવશે.
Read About Weather here
આ ઉપરાંત વધુ 500 મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદન કરવાનું આયોજન છે.જેના માટે ટેન્ડર થઈ ગયા પછી વીજ ઉત્પાદન સ્થાનિક સ્તરે જ થશે.આ વીજળી ખેડૂતોને વપરાશ માટે આપી શકીશું અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પર તેનું ભારણ પણ નહીં આવે.આમ, કિસાનોના ખેતર સુધી દિવસે વીજળી પહોંચાડવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકારનું તંત્ર ગતિશીલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here