12 વર્ષ જૂના જંત્રીના દરો વધારવાથી અર્થતંત્રમાં મોટો ફેરફાર આવશે

12 વર્ષ જૂના જંત્રીના દરો વધારવાથી અર્થતંત્રમાં મોટો ફેરફાર આવશે
12 વર્ષ જૂના જંત્રીના દરો વધારવાથી અર્થતંત્રમાં મોટો ફેરફાર આવશે

ચાલું વર્ષે માત્ર સ્ટેમ્પ ડ્યૂટીની વાર્ષિક આવક રૂ.12 હજાર કરોડને પાર થવાની શક્યતા

આવકમાં વધારો કરવા રાજ્ય સરકારે જંત્રીના દરો વધારવાની કવાયત હાથ ધરી

ગુજરાત સરકારે 12 વર્ષ જૂના જંત્રી અર્થાત જમીનના તળિયાની સરકારી કિંમત નક્કી કરતા દરોમાં વધારો કરવાની તૈયારી આદરી છે. સંભવત: નવા નાણાકીય વર્ષ 2023 – 24 ના અંદાજપત્રની સાથે જ તેનો અમલ થઈ શકે તેમ છે. ૠજઝ અમલમાં આવ્યા બાદ ગુજરાત સરકારમાં સ્ટેમ્પ ડ્યૂટી એ જ સૌથી મોટી આવકનો સ્ત્રોત છે.જેમાં વધારો કરીને રાજ્યની પોતાના આર્થિક બળે વિકાસ તેમજ સરકારી નોકરીઓના ખર્ચનું સંતુલન કરશે તેમ મનાય છે.

Visit Saurashtra Kranti Homepage here

જમીન- મિલકત સંબંધિત એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ શહેરી વિસ્તારોમાં 1.08 કરોડ વિભાજિત વેલ્યુઝોનમાં થનારા વધારાની સત્તાવાર માહિતી ઉપલબ્ધ થઈ નથી પરંતુ,એક દાયકામાં વિકાસ, 2011 એટલે કે જંત્રીના દરોમાં વધારવા છેલ્લા ત્રણેક વર્ષથી રાજ્યમાં કવાયત ચાલી રહી છે. ગુજરાતને ગ્રામ્ય વિસ્તારમાં 3.56 કરોડ અને દસ્તાવેજોની નોંધણી, બેન્કિંગ ક્ષેત્રે ધિરાણમાં જમીન,મિલકતના આર્થિક મુલ્યના અંદાજો સહિતના અનેક પરિબળોથી નવા દરો અમલમાં મુકાશે તે નક્કી છે.

Read About Weather here

નવી જંત્રી અમલમાં આવ્યાના ચારેક વર્ષમાં જ રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટીની આવક રૂ.700 કરોડથી વધીને રૂ.4,409 કરોડે પહોંચી હતી.ચાલુ નાણાકીય વર્ષના અંતે તે વધીને રૂ.12 હજાર કરોડને પાર થવાની શક્યતા છે. આમ, ૠજઝ પછી સરકારનો પોતાનો કારભાર સ્ટેમ્પ ડ્યૂટી અને મહેસૂલની આવક પર નિર્ભર હોવાથી જંત્રીના દરો વધતા અર્થતંત્રમાં પણ મોટો ફેરફાર થશે તેમ જાણકારો માની રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

સંપાદન સામેના કોર્ટ કેસ ઘટશે
ઘણાં સમયથી એટલે કે એક દાયકાથી જંત્રીના દરમાં કોઈ જ ફેરફાર નથી કરાયો જેના કારણે સામાન્ય નાગરીકને હાઉસિંગ લોનથી લઈને મોટા ઉદ્યોગપતિને પણ નાણાકિય સંસ્થાનો પાસેથી ધિરાણ મેળવવામાં ખાસ્સી એવી મુશ્કેલી પડી રહી છે.તેવી જ રીતે રાજ્યમાં સરકારી, અર્ધ સરકારી પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને તબક્કે ખેડૂતોને ચૂકવતા વળતરમાં વર્ષો જૂની જંત્રીનો આધાર લેવાતો હોવાથી વિવાદ થાય છે.જમીનની બજાર કિંમત કરતા ઓછા વળતરની ફરિયાદ સામે સરકારે અનેકવિધ નવી ફોર્મ્યુલાથી સંપાદન કર્યુ છે.તેમ છતાંયે કોર્ટમાં કેસો થતા રહ્યા છે. આથી,જંત્રી વધશે તો આપોઆપ કોર્ટના કેસ ઘટતા વિકાસલક્ષી પ્રોજેક્ટની ગતિ આગળ વધશે તેમ આર્થિક નિષ્ણાંતો માની રહ્યાં છે.