ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા ભાવિકો ગોમતી ઘાટમાં સ્નાન કરતા હોય છે.આમ તો દૃર પૂનમના શુભ દિવસે ભક્તો પૂનમ ભરવા આવતા જ હોય છે.પરંતુ ત્રણ વર્ષે આવતા અધીકમાસની પૂનમનું મહત્વ વિશેષ હોવાથી ગુરૂવારે દ્રારકામાં લોકડાઉન પછી પ્રથમ વખત આટલી ભીડ જોવા મળી હતી.
ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા અધીરા બનેલા ભાવિકો નીજ મંદિરમાં જવા એટલા અધીરા બન્યા હતા કે,સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલ્યા હતા.પુનમ હોવા છતા પણ પોલીસનો ચૂસ્ત બંદોબસ્તનો અભાવ જોવા મળ્યો હતો.