કાલાવડ જામનગર હાઇવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત : 3ના મોત 

કાલાવડ જામનગર હાઇવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત : 3ના મોત 
કાલાવડ જામનગર હાઇવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત : 3ના મોત 
રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ જામનગર પાસે બનતા ચકચાર મચી જવા પામી છે. કાલાવડ-જામનગર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાતા 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક અકસ્માત મળતી માહિતી અનુસાર, કાલાવડ-જામનગર હાઇવે પર મોટી માટલી ગામ પાસે ઈકો કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તો અકસ્માતની જાણ થતાં જ મોટી માટલી ગામના સરપંચ સહિત ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. 

3 લોકોના ઘટના સ્થળે જ મોત સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 2 લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. 

Read Saurashtra Kranti E-Paper here

2 ઈજાગ્રસ્તોને જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડાયા

કાલાવડ-જામનગર હાઇવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનામાં 2 મહિલા અને 1 પુરુષનું મૃત્યુ થયું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મુસ્લિમ પરિવાર જામનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઇજાગ્રસ્તોની સારવાર માટે જી.જી હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here