કન્જક્ટિવાઇટિસના કારણે મંદીની સિઝનમાં ગોગલ્સના  ભાવ અને વેચાણમાં 20 ટકાનો ઉછાળો

કન્જક્ટિવાઇટિસના કારણે મંદીની સિઝનમાં ગોગલ્સના  ભાવ અને વેચાણમાં 20 ટકાનો ઉછાળો
કન્જક્ટિવાઇટિસના કારણે મંદીની સિઝનમાં ગોગલ્સના  ભાવ અને વેચાણમાં 20 ટકાનો ઉછાળો
છેલ્લા એક મહિનાથી કન્જક્ટિવાઇટિસની બીમારી લોકોને ત્રસ્ત કરી રહી છે. કન્જક્ટિવાઇટિસની બીમારીનો ભોગ બનનાર વ્યક્તિને આંખ બાબતે કાળજી લેવા ઉપરાંત પોતાનો આંખનો ચેપ અન્ય વ્યક્તિને લાગતો અટકી શકે તે માટે ગોગલ્સ પહેરવા પણ હિતાવહ છે. જેને પરિણામે ગોગલ્સ અને નંબર વગરના ચશ્માના ભાવમાં ડબલ ઉછાળો આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

સામાન્ય રીતે રૂપિયા 70થી 80માં મળતા ગોગલ્સના  ભાવ  હાલમાં રૂપિયા 100ના ભાવથી શરૂ થઈને રૂ.200 સુધી બજારમાં વેચાઇ રહ્યા છે. છેલ્લા દોઢેક માસથી સતત વાદળછાયા વરસાદી અને ભેજયુક્ત વાતાવરણને પગલે હાલમાં કન્જક્ટિવાઇટિસની બીમારીએ વેગ પકડ્યો છે. જેને પરિણામે હાલમાં શહેરની સિવિલ હોસ્પિટલ સહિત તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દરરોજના સેંકડો કેસ નોંધાઇ રહ્યા છે.કન્જક્ટિવાઇટિસની બીમારીનો વાયરસ ફેલાય નહીં તેમજ આંખનું રક્ષણ રહે તે માટે ભોગ બનનાર દર્દીને ચશ્માં કે ગોગલ્સ પહેરવાની સલાહ આપવામાં આવે છે. જેને પરિણામે હાલમાં બજારમાં ગોગલ્સની ડિમાન્ડ વધી જવા પામી છે. આથી શહેરના બજારમાંથી લઇને મુખ્ય તેમજ હાઇવેના માર્ગની બંને સાઇડમાં ગોગલ્સના વેચાણ કરનારાની સંખ્યા વધી જવા લાગી છે. જોકે સામાન્ય રીતે ચોમાસામાં ગોગલ્સનું વેચાણ થતું ન હોવાથી તેનું વેચાણ જોવા મળતું નથી.

પરંતુ કન્જક્ટિવાઇટિસ બીમારીને પગલે ચશ્માના વેચાણ કરતા વેપારીઓને ચાંદી જ ચાંદી જેવી સ્થિતિ બની રહી છે. સામાન્ય દિવસોમાં બજાર તેમજ રોડ ઉપર વેચાતાં ચશ્માંનો ભાવ રૂપિયા 70થી શરૂ થાય અને 5000 સુધીના ચશ્માનું દુકાનમાં વેચાણ થતું હોય છે. પરંતુ હાલમાં વકરી રહેલી કન્જક્ટિવાઇટિસની બીમારીને પગલે ચશ્માના વેચાણમાં રોકેટ ગતિએ વધારો થઇ રહ્યો છે. છેલ્લા ચાર દાયકાથી ચશ્માનું વેચાણ કરતા વેપારીએ જણાવ્યું હતું કે ઉનાળામાં ગોગલ્સનું વેચાણ થતું હોય છે. જ્યારે ચોમાસમાં અઠવાડિયામાં માંડ એકાદ ગોગલ્સનું વેચાણ થતું હોય છે. પરંતુ હાલમાં કન્જક્ટિવાઇટિસની બીમારીને પગલે દિવસના વીસથી ત્રીસ જેટલા ગોગલ્સનું વેચાણ થાય છે.

Read About Weather here

જોકે, ગોગલ્સના હોલસેલ ભાવમાં વધારો થવાના કારણે ભાવ હાલમાં વધી ગયા છે. સ્ટાઇલિશ ગોગલ્સ ઓલટાઇમ ફેવરિટ છે. આ એવી એસેસરી છે, જેની દર વર્ષે જરૂર પડે છે. ગોગલ્સમાં દર વર્ષે અવનવી ડિઝાઇન અને ફેશન આવતી હોય છે. ગોગલ્સનું કામ આમ તો પવન અને તડકાથી આંખનું રક્ષણ કરવાનું છે. જોકે ફેશનપરસ્ત યુવાઓ એની પસંદગીમાં પણ ફેશન અને ટ્રેન્ડને વધારે મહત્ત્વ આપે છે. હાલમાં માર્કેટમાં અવનવા સ્ટાઇલના અને શેપના ગોગલ્સ મળે છે. યુવતીઓ પોતાના ચહેરાના આકારને ધ્યાનમાં લઇને એની પસંદગી કરી શકે છે. આંખના ડોક્ટરના મતે ક્યારેય કોઇ સેલિબ્રિટીની નકલ કરીને એના જેવા સસ્તા ગોગલ્સ ખરીદવાનો પ્રયાસ ન કરવો જોઇએ, કારણ કે એનાથી આંખને નુકસાન થાય છે અને સસ્તા ગ્લાસથી દૃષ્ટિક્ષમતા બગડે છે. ફેશન સિમ્બોલ ગણાતા ગોગલ્સ સામાન્ય રીતે ગરમીની સિઝનમાં વધુ વેચાય છે.

ખાસ કરીને ઉત્તરાયણના તહેવારમાં તેની માંગ બમણી થઇ જાય છે, ત્યારે લોકો પોતાનાં કપડાંને અનુરૂપ મેચિંગ ગોગલ્સ ખરીદે છે તો કોઈક તેમના ચહેરાને અનુરૂપ ગોગલ્સની ખરીદી ડાર્ક અને લાઈટ શેડમાં કરે છે પરંતુ હાલમાં આ તમામ બાબતો પર જાણે પ્રતિબંધ લાગી ગયો છે. દુકાનદાર હવે ગ્રાહકને ગોગલ્સ પસંદ કરી લેવાનો એક માત્ર વિકલ્પ આપે છે ટ્રાયલ આપતા નથી કારણ કે એક વ્યક્તિએ ટ્રાયલ કરેલા ગોગલ્સનું ઇન્ફેક્શન અન્ય ગ્રાહકને લાગી શકે છે માટે વેપારી ગ્રાહકને પોતાની પસંદગી અને માપ સાઈઝ ચેક કરીને ટ્રાયલ વગર જ ગોગલ્સનું વેચાણ કરી રહ્યા છે અને ચેપ ફેલાતો અટકાવી રહ્યા છે. જો કોઈ વ્યક્તિને ખરીદી પછી ગોગલ્સ ચહેરા પર ફિટ ન બેસે તો નો રિટર્ન કે એક્સચેન્જ પોલિસી હેઠળ તેને નવા ગોગલ્સની ખરીદી ફરજિયાત કરવી પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here