ઓસ્ટ્રેલિયાને હરાવી ટીમ ઈન્ડિયા 27 વર્ષ બાદ ત્રણેય ફોર્મેટમાં બન્યું NO.1

ઓસ્ટ્રેલિયાને હરાવી ટીમ ઈન્ડિયા 27 વર્ષ બાદ ત્રણેય ફોર્મેટમાં બન્યું NO.1
ઓસ્ટ્રેલિયાને હરાવી ટીમ ઈન્ડિયા 27 વર્ષ બાદ ત્રણેય ફોર્મેટમાં બન્યું NO.1
ભારતીય ટીમે ગઈકાલની મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ઈતિહાસ રચ્યો હતો. કે. એલ રાહુલના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટે વિજય થયો હતો. ગઈકાલે મોહાલીમાં ભારતીય ટીમને 27 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે જીત મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ પહેલા નવંબર 1996માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ ઉપરાંત ભારતીય ટીમને બીજી એક મોટી સિદ્ધિ મળી છે. વનડે ફોર્મેટમાં ભારત નંબર-1પ્રથમ વનડે મેચમાં જીત બાદ ભારતીય ટીમ ICC વનડે રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગઈ છે. ભારતીય ટીમ ટેસ્ટ અને T20 ફોર્મેટમાં પહેલાથી જ ટોપ પર છે. આવી ટીમ ઇન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બની ગઈ છે. ICC વનડે રેન્કિંગમાં ભારતીય ટીમના 115 પોઈન્ટ્સ છે. ભારત સિવાય પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડની ટીમ ટોપ-5માં સામેલ છે.

ટેસ્ટ અને T20માં પહેલાથી નંબર-1

ભારતીય ટીમ 118 પોઈન્ટ્સ સાથે ICC ટેસ્ટ રેન્કિંગના ટોપ પર છે. જયારે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા નંબર પર છે. જ્યારે આ સિવાય અનુક્રમે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની ટીમો છે. ICC T20 રેન્કિંગમાં ભારતીય ટીમ 264 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને વિરાજમાન છે. ઇંગ્લેન્ડની ટીમે 261 પોઈન્ટ્સ સાથે બીજા નંબરે છે. ત્યારબાદ ICC T20 રેન્કિંગમાં અનુક્રમે પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમ છે. ભારતીય ટીમે ICC ટેસ્ટ, વનડે અને T20 ફોર્મેટમાં નંબર-1 ટીમ બનીને ઈતિહાસ રચ્યો છે. 

Read Saurashtra Kranti E-Paper here 

 એકજ સમયે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનનાર ભારત બીજા દેશ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળી રહ્યો છે. રવિવારે 19 ફેબ્રુઆરીએ ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર વન ટીમ બની ગઈ છે. ભારતીય ટીમ આ સિદ્ધિ મેળવનારી વિશ્વની બીજી ટીમ છે. થોડા સમય માટે, આ સિદ્ધિ દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના નામે નોંધાયેલી હતી. T20 અને ટેસ્ટ બાદ હવે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ભારત ICC રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયું છે. ભારત એવો બીજો દેશ છે જે એક જ સમયે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર વન છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ જીતીને આ સિદ્ધિ મેળવી છે. આ શ્રેણી પહેલા ભારત બીજા સ્થાને હતું, પરંતુ હવે પ્રથમ સ્થાને છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here