ઓથોરીટી ફોર એડવાન્સ રૂલીંગનો ચુકાદો : હોસ્ટેલ ભાડા પર 12 ટકા જીએસટી લાગુ

ઓથોરીટી ફોર એડવાન્સ રૂલીંગનો ચુકાદો : હોસ્ટેલ ભાડા પર 12 ટકા જીએસટી લાગુ
ઓથોરીટી ફોર એડવાન્સ રૂલીંગનો ચુકાદો : હોસ્ટેલ ભાડા પર 12 ટકા જીએસટી લાગુ
જીએસટી ઓથોરીટી ફોર એડવાન્સ રૂલીંગના એક મહત્વપૂર્ણ ચુકાદામાં હોસ્ટેલ ભાડા પર 12 ટકા જીએસટી લાગુ પડતો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. હોસ્ટેલ કાયમી રહેઠાણ નથી. હોસ્ટેલ ભાડુ પ્રતિદિન 1000થી ઓછુ હોવાના સંજોગોમાં પણ 17 જુલાઈ 2022 સુધી જ મુક્તિ હતી. આ સંજોગોમાં તેના પર 12 ટકા જીએસટી લાગુ પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

બેંગ્લોર સ્થિત શ્રીસાંઈ લકઝરીયસ સ્ટે દ્વારા કરવામાં આવેલી અપીલમાં પેઈંગ ગેસ્ટ તથા સર્વિસ એપાર્ટમેન્ટની સેવા રહેણાંક શ્રેણીમાં આવતી હોવાથી જીએસટી લાગુ પડતો ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ જ રીતે નોઈડા સ્થિત વી.એસ.ઈન્સ્ટીટયુટ એન્ડ હોસ્ટેલની પણ સમાન અપીલ હતી. વિદ્યાર્થીઓને ભોજન, વિજળી, પાણી, વાઈફાઈ સહિતની સુવિધા અપાતી હોવાથી તે રહેણાંક શ્રેણીમાં આવે અને જીએસટી લાગુ ન પડે તેવી દલીલ કરવામાં આવી હતી. નોકરીયાત, વિદ્યાર્થીઓ, નાના વેપારીઓ જેવા અનરજીસ્ટર્ડ વ્યક્તિઓને રહેણાંક માટે ભાડે અપાતી જગ્યા પર જીએસટીની જોગવાઈ નથી.

Read About Weather here

ઓથોરીટી ફોર એડવાન્સ રૂલીંગ દ્વારા ચુકાદામાં એમ નોંધવામાં આવ્યું હતું કે રહેણાંક શ્રેણીનો અર્થ કાયમી વસવાટનો છે અને તેમાં લોજ, ગેસ્ટહાઉસ વગેરે આપી ન શકે. હોસ્ટેલમાં રહેણાંક નહીં પણ રૂમ આપવામાં આવતો હોય છે અને તેમાં પણ ‘શેરીંગ’ હોય છે. બેડ દીઠ માસિક ભાડા વસુલવામાં આવતા હોય છે. રસોડુ પણ વ્યક્તિગત નથી હોતુ. આ સંજોગોમાં જીએસટી લાગુ પડે જ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here