ઓડિશા:બે કલાકમાં ૬૧,૦૦૦ વખત વીજળી પડતાં ૧૨નાં મોત,૧૪ને ઇજા:4લાખના વળતરની જાહેરાત

ઓડિશા:બે કલાકમાં ૬૧,૦૦૦ વખત વીજળી પડતાં ૧૨નાં મોત,૧૪ને ઇજા:4લાખના વળતરની જાહેરાત
ઓડિશા:બે કલાકમાં ૬૧,૦૦૦ વખત વીજળી પડતાં ૧૨નાં મોત,૧૪ને ઇજા:4લાખના વળતરની જાહેરાત

 

ઓડિશામાં વીજળીએ તબાહી મચાવી છે.લગભગ બે કલાકમાં સમગ્ર ઓડિશામાં ૬૧,૦૦૦ વખત વીજળી પડતાં ૧૨ લોકોનાં મોત થયાં અને ૧૪ લોકો ઘાયલ થયાં. રાજધાની ભુવનેશ્વરમાં વીજળી પડવાની સૌથી વધુ ઘટનાઓ નોંધાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારત હવામાન વિભાગએ રાજયમાં ૭ સપ્‍ટેમ્‍બર સુધી ભારે હવામાન ચેતવણી જારી કરી છે. ત્‍યાં સુધી આ પ્રકારની સ્‍થિતિ ચાલુ રહેશે.બંગાળની ખાડી પર સક્રિય ચક્રવાતી પરિભ્રમણ આગામી ૪૮ કલાકમાં ઓછા દબાણના ક્ષેત્રમાં તીવ્ર બને તેવી શક્‍યતા છે અને તેના પ્રભાવ હેઠળ, ઓડિશામાં વ્‍યાપક વરસાદ થવાની સંભાવના છે. IMD અનુસાર, સપ્તાહના અંત સુધીમાં વરસાદની તીવ્રતા વધવાની શક્‍યતા છે. IMDએ કહ્યું છે કે ૭ સપ્‍ટેમ્‍બર સુધી મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે.અહેવાલ મુજબ ભુવનેશ્વર અને તેની આસપાસના વિસ્‍તારોમાં શનિવારે બપોર બાદ ગાજવીજ સાથે સતત વરસાદ ચાલુ રહ્યો હતો.

આ દરમિયાન આકાશી વીજળી પણ પડી હતી. ઓડિશા સ્‍ટેટ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી એ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર જણાવ્‍યું હતું કે સાંજે ૫.૩૦ વાગ્‍યા સુધી વીજળી પડવાની ૬૧ હજારથી વધુ ઘટનાઓ નોંધાઈ હતી.વિશેષ રાહત કમિશનર સત્‍યબ્રત સાહુએ જણાવ્‍યું હતું કે શનિવારે વીજળી પડવાથી માર્યા ગયેલા ચાર લોકો ખુર્દા જિલ્લાના, બે બોલાંગીરના અને એક-એક અંગુલ, બૌધ, ઢેંકનાલ, ગજપતિ, જગતસિંહપુર અને પુરીના હતા. આ ઉપરાંત ગજપતિ અને કંધમાલ જિલ્લામાં વીજળી પડવાથી આઠ પશુઓના પણ મોત થયા છે. સાહુએ કહ્યું કે દરેક શોકગ્રસ્‍ત પરિવારને ૪ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. હવામાનશાષાીઓએ જણાવ્‍યું હતું કે આ અસામાન્‍ય અને ભારે વીજળીની ગતિવિધિઓ ત્‍યારે થાય છે જયારે ચોમાસું લાંબા અંતરાલ પછી સામાન્‍ય સ્‍થિતિમાં પાછું આવે છે. ઠંડી અને ગરમ હવાની અથડામણ આવી અભૂતપૂર્વ વીજળીની ઘટનાઓ માટે યોગ્‍ય પરિસ્‍થિતિઓ બનાવે છે, એમ તેમણે જણાવ્‍યું હતું.વીજળી પડવાની ઘટના મામલે હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર ગરમ અને ઠંડી હવાનું મિશ્રણ થતાં વીજળી પડવાની ઘટના બનતી હોય છે.

Read About Weather here

હાળ ઓડિશામાં ભારે ગરમી બાદ વરસાદનું આગમન થતાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના ટુરિઝમ સેક્ટરને જુલાઇ અને ઓગસ્ટમાં 2000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હોટેલ માલિકો નુકસાનને ભરપાઇ કરવા માટે પ્રોત્સાહક પેકેજ જાહેર કરીને પ્રવાસીઓને આકર્ષવાના પ્રયત્નો કરી રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશના જીડીપીમાં ટુરિઝમ સેક્ટરનો ફાળો 14,000 કરોડ રૂપિયાની આસપાસ હોય છે. ભારે વરસાદને કારણે જુલાઇ અને ઓગસ્ટમાં ટુરિઝમ સેક્ટરને બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here