ઓક્સિજન પાર્ક નિર્માણ અભિયાન હેઠળ કુલ 18000થી વધુ રોપાઓનું વાવેતર કરાયું: મ્યુનિ. કમિશનર

ઓક્સિજન પાર્ક નિર્માણ અભિયાન હેઠળ કુલ 18000થી વધુ રોપાઓનું વાવેતર કરાયું: મ્યુનિ. કમિશનર
ઓક્સિજન પાર્ક નિર્માણ અભિયાન હેઠળ કુલ 18000થી વધુ રોપાઓનું વાવેતર કરાયું: મ્યુનિ. કમિશનર
રાજકોટ શહેરનું પર્યાવરણ સુધરે અને ગ્રીન સ્પેસમાં વધારો થાય એ માટે શહેરી વિસ્તારમાં મહત્તમ વૃક્ષારોપણ કરવાના ભાગરૂપે શહેરના કુલ 43 જુદા જુદા સ્થળોએ ઓક્સીજન કોર્નર કરવાની કામગીરીનો પ્રારંભ તા. 02/08/2023ના રોજ પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતેથી કરવામાં આવેલ, આજ દિન સુધીમાં ઓક્સિજન પાર્કના નિર્માણ માટેના જુદા જુદા સાત સ્થળોએ કુલ 18000થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ શહેરના વિવિધ રસ્તાઓની વચ્ચે ડીવાઇડર ગેપ ફીલીંગ અને વિવિધ ગાર્ડનમાં ગેપ ફીલીંગ માટે પણ 22300 જેટલા રોપાઓ અને ક્ષુપ વાવવામાં આવેલ છે તેમ મ્યુનિ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓક્સિજન પાર્ક બનાવવા માટેના વૃક્ષોરોપણનું તા.2-8 ના રોજ પ્રદ્યુમન પાર્ક ઝૂ વિસ્તારમાં મેયર ડો. પ્રદિપ ડવ સહિતના અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા શુભારંભ કરવામાં આવેલ, ત્યારબાદ તા.3-8 ના રોજ રેસકોર્સ સ્ટેપ ગાર્ડન, તા.4-8 ના રોજ જેટકો ચોકડી શ્યામલ ઉપવન પાસેનો પ્લોટ, તા.5-8 ના રોજ આજી ડેમ ફીલ્ટર પ્લાન્ટ પાસે ગાર્ડનમાં, તા.7-8 ના રોજ રેસકોર્સ ક્રીકેટ પેવેલીયન પાસેના બગીચામાં, તા.8-8 ના રોજ શ્રી ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન, એ.જી. ચોક અને તા.9-8 ના રોજ ગુરૂદેવ પાર્ક સોસાયટી બગીચામાં 18000થી વધુ રોપા અને ક્ષુપનું વાવેતર કરવામાં આવેલ.

Read About Weather here

ઓક્સિજન પાર્ક બનાવવા માટે નક્કી કરાયેલા આયોજન મુજબ ડીસેમ્બર -2023 મહિના સુધીમાં 1,15,900 છોડ, થીમ બેઇઝ ગાર્ડન માટે 10,000 છોડ, બ્લોક પ્લાન્ટેશન માટે 31,365 છોડ, મીયાવાકી પ્લાન્ટેશન   3,06,000 છોડ અને રોડ સાઈડ પ્લાન્ટેશન 68500 સહીત કુલ 5,31,765 જેટલા વિવિધ પ્રકારના છોડ વાવવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનર શ્રી આનંદ પટેલે જણાવ્યું હતું.તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, ચાર સ્થળોએ મીયાવાકી થીમ પર આધારિત પ્લાન્ટેશન કરવામાં આવનાર છે જેમાં રૈયાધાર ઠઝઙ, ન્યારીડેમ ડાઉનસ્ટ્રીમ, આજીડેમ નેશનલ હાઇવે લાગુ અને કોઠારીયા જઝઙ પ્લાન્ટ+ગૌરીદડ જઝઙ પ્લાન્ટનો સમાવેશ થાય છે. જેમાં કુલ 3,06,000 છોડનું વાવેતર કરવામાં આવનાર છે.સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કૂલ 8 જેટલા ટી.પી. પ્લોટની 65655.00 ચો.મી. જેટલી જગ્યામાં બ્લોક પ્લાન્ટેશન (3425)+ મીયાવાકી બોર્ડર પ્લાન્ટેશન(27940)  મળીને કુલ 31365 વૃક્ષોનું વાવેતર કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here