ટાટા સમૂહની ઓનરશિપવાળી એરલાઈન એર ઈન્ડિયાએ પોતાના નવા લોગો અને ડિઝાઈનનો ખુલાસો કર્યો. પોતાના લોગોના ભાગ તરીકે, એરઈન્ડિયાએ લાલ, સફેદ અને રીંગણી કલર્સ જાળવી રાખ્યા છે. નવા લોગોનું નામ ‘ધ વિસ્ટા’ હશે. એરલાઈને પોતાના નવા ટેલ ડિઝાઈન અને થીમ ગીતનો પણ ખુલાસો કર્યો છે.ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરે કહ્યું કે નવો લોગો અગણિત શક્યતાઓ અને આત્મવિશ્વાસને દર્શાવે છે.
Visit Saurashtra Kranti Homepage here
એર ઈન્ડિયાએ ગુરુવારે સાંજે એક લાઇવ ઈવેન્ટમાં પોતાનો નવો લોગો રજૂ કર્યો છે. અમે આ યાત્રામાં છેલ્લા ૧૫ મહિના દરમિયાન પરિવર્તન પર કામ કરી રહ્યા છીએ કારણકે અમારી દ્રષ્ટિ આ એરલાઈનને સુરક્ષા, ગ્રાહકસેવા અને અનુભવ મામલે વિશ્વ સ્તરીય બનાવવાની છે, જેને માટે એર ઈન્ડિયા કંપની જાણીતી છે. પણ આ માટે પ્રૌદ્યોગિકી પર ખૂબ જ વધારે કામ કરવાની જરૂર છે.તેમણે કહ્યું, અમે સૌથી મોટા કાફલાનો ઓર્ડર આપ્યો છે. આમાં સમય લાગશે અને આ દરમિયાન અમારે અમારા હાલના કાફલાને સ્વીકાર્ય રીતે નવીનીકૃત કરી લીધો છે.ટાટા દ્વારા એરલાઈનનું અધિગ્રહણ કર્યા બાદથી એર ઈન્ડિયાની રીબ્રાન્ડિંગમાં ઝડપ આવી છે.એર ઈન્ડિયાનો નવો લોગો એર લાઈનની નવી ઓળખ અને રીબ્રાન્ડિંગનો ભાગ છે. નવા લોગોના લોન્ચ દરમિયાન તાતા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે કહ્યું કે એર ઈન્ડિયાને વિશ્વ સ્તરીય વિમાન કંપની બનાવવાની સફરની શરૂઆત થઈ ગઈ છે. ઈવેન્ટ દરમિયાન ચંદ્રશેખરે કહ્યું, નવા લોગોને જ તમે આજે અહીં જોઈ રહ્યા છો.. વિસ્ટા ઐતિહાસિક રૂપે અગણિત શક્યતાઓ, પ્રગતિ અને આત્મવિશ્વાસને દર્શાવે છે.
Read About Weather here
Air India New Logo લોન્ચ કરવાની ઈવેન્ટ દરમિયાન ચંદ્રશેખરને કહ્યું કે એર ઈન્ડિયાએ પોતાની રીબ્રાન્ડિંગ અગણિત શક્યતાઓ અને આત્મવિશ્વાસ સાથે કરી છે. તેમણે કહ્યું કે ૧૫ મહિનાના સફરમાં અમે એર ઈન્ડિયાને વિશ્વની સૌથી બહેતરીન એક્સ્પીરિયન્સ, ટેક્નોલોજી, કસ્ટમર સર્વિસ અને સેવાવાળી વિમાનન કંપની બનાવવા માગીએ છીએ. છેલ્લા ૧૨ મહિનામાં અમે અમારા દરેક પ્રોજેક્ટ્સ બહેતર બનાવ્યા છે.ચંદ્રશેખરને કહ્યું કે, આજનો દિવસ એક ખાસ માઈલસ્ટોન છે કારણકે નવી એર ઈન્ડિયા, એરલાઈન માટે અમારી પાસે જે દ્રષ્ટિકોણ છે તે એક નવા પુનરુત્થાનવાળા ભારતની પૃષ્ઠભૂમિમાં પણ છે, જયાં દરેકની આકાંક્ષાઓ અસીમિત છે.ેતેમણે કહ્યું નવો લોગો ‘ધ વિસ્ટા’ સોનાની બારીની ફ્રેમના શિખરથી પ્રેરિત છે, જે અસંખ્ય શક્યતાઓ, પ્રગતિશીલતા અને ભવિષ્ય માટે એરલાઈનના સાહસિક, આત્મવિશ્વાસપૂર્ણ દ્રષ્ટિકોણને દર્શાવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here