એમબીબીએસના ત્રીજા વર્ષના 200 જેટલા વિદ્યાર્થીને લેક્ચરમાં બેજવાબદારીભર્યું વર્તન કરવા બદલ સસ્પેન્ડ

એમબીબીએસના ત્રીજા વર્ષના 200 જેટલા વિદ્યાર્થીને લેક્ચરમાં બેજવાબદારીભર્યું વર્તન કરવા બદલ સસ્પેન્ડ
એમબીબીએસના ત્રીજા વર્ષના 200 જેટલા વિદ્યાર્થીને લેક્ચરમાં બેજવાબદારીભર્યું વર્તન કરવા બદલ સસ્પેન્ડ
રાજકોટની પીડીયુ મેડિકલ કૉલેજમાં એમબીબીએસના ત્રીજા વર્ષના 200 જેટલા વિદ્યાર્થીને ગેરશિસ્ત અને લેક્ચરમાં બેજવાબદારીભર્યું વર્તન કરવા બદલ 15 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. પીએસએમ વિભાગના લેક્ચરમાં વિદ્યાર્થીઓએ શિસ્તભંગ કર્યો હોવાને કારણે તમામ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરતાં મેડિકલ કૉલેજના ડીને તમામ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો પરિપત્ર કર્યો છે. આ સમય દરમિયાન તમામ વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસ અને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા હોવાથી અહીં આવવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ડીન ડૉ. મુકેશ સામાણીએ પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે રાજકોટ મેડિકલ કોલેજના તૃતીય વર્ષ પાર્ટ-1 અભિષેક શર્મા બેન્ચમાં પીએસએમ વિષયના લેક્ચરમાં 20 જુલાઈએ બપોરે 3થી 4 વાગ્યા સુધી ડૉ. રુજલ ભીતોરા, પીએસએમ વિભાગમાં લેક્ચર લેવાયું હતું જેમાં વિદ્યાર્થીઓને જરૂરી સૂચના આપવા છતાં પણ તેમના દ્વારા શિસ્તભંગ અને માનભંગ કરવાના શબ્દોનું ઉચ્ચારણ તેમજ લેક્ચર શરૂ ન કરવા માટે ગંભીર રીતે ખલેલ પહોંચાડવામાં આવી હતી.

આ પ્રકારનું બેજવાબદારીભર્યું વર્તન અને ગેરશિસ્તના કારણોસર તમામ વિદ્યાર્થીઓને દિન-15 તારીખ 31 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી પીએસએમ વિભાગના તમામ શૈક્ષણિક કાર્યમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ 20મી જુલાઈએ શહેરમાં વરસાદ આવતો હોવાથી વિદ્યાર્થીઓએ લેક્ચર નહીં લેવા જણાવ્યું હતું પરંતુ લેક્ચર લેનાર પ્રોફેસરે હવે વરસાદ બંધ થઇ ગયો હોઈ લેક્ચર ચાલુ રાખવા આગ્રહ રાખતા વિદ્યાર્થીઓ અને અધ્યાપક વચ્ચે બોલવાનું થયું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ અધ્યાપકે મેડિકલ કોલેજના ડીનને આ અંગે ફરિયાદ કરતા ડીને તમામ વિદ્યાર્થીઓ સામે આકરાં પગલાં લેતા 15 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ક્લાસરૂમમાં છેલ્લી બેન્ચ પર બેઠાંબેઠાં કમેન્ટ પાસ કરવી, લેક્ચર લેવા ન દેવું, અધ્યાપકને હેરાન કરવા સહિતની અનેક ફરિયાદો ઘણા દિવસથી આવતી હતી. પગલાં ન લેવાય તો તેમની વર્તણૂક વધુ ખરાબ બની રહી હતી એટલે તેમને ભૂલનું ભાન કરાવવું જરૂરી હતું. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓ એકબીજાની હાજરી પણ પૂરી લેતા હતા. અનેક વખત સમજાવવા છતાં સમજતા ન હતા એટલે કડક કાર્યવાહી કરવી પડી છે. વિદ્યાર્થીઓને માત્ર એક જ વિષયમાં સસ્પેન્ડ કરાયા છે તેમાં 15 દિવસ આવી નહીં શકે. બાકીના વિષયના લેક્ચર ભરી શકશે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here