તાજેતરમાં ગુજરાત રાજયના ગૃહ વિભાગ દ્વારા 70 જેટલા આઇ.પી.એસ. અધિકારીઓની બદલી કરવામાં આવતા રાજકોટના એડીશનલ પોલીસ કમિશનર તરીકે 2009 ની બેન્ચના આઇ.પી.એસ. અધિકારી તેમજ ડિરેકટોરેટ ઓફ પ્રોસીકયુશન વિભાગના જોઇન્ટ ડાયરેકટર વિધિ ચૌધરીની નિમણુંક કરવામાં આવેલ હતી. જેમણે વિધિવત પોતાનો ચાર્જ સંભાળી લીધેલ હતો.
Visit Saurashtra Kranti Homepage here
તેમના દ્વારા પોતાની ફરજ પર હાજર થતા જ રાજકોટ શહેરની અગ્રણી વેપાર ઉદ્યોગની સંસ્થા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજીવભાઇ દોશી ઉપપ્રમુખ ઇશ્ર્વરભાઇ બ્રાંભોલીયા તથા માનદમંત્રી ઉપેનભાઇ મોદી સહીતનાઓએ તેમને પુષ્પગુચ્છ આપીને ઉષ્માભર્યુ સ્વાગત કરેલ હતું. આ પ્રસંગે ગ્રેટર ચેમ્બરના હાજર રહેલ પદાધિકારીઓ દ્વારા એડી. પોલીસ કમિશનરને ચેમ્બરની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરીને વાકેફ કરવામાં આવેલ હતા અને કમિશનર દ્વારા તમામ બાબતોને ધ્યાનપૂર્વક સાંભળીને પ્રત્યુતરમાં પોલીસ વિભાગ દ્વારા ચેમ્બરની કામગીરીમાં સંપૂર્ણ સાથ સહકાર અને સહયોગ આપવાની ભાવના પ્રદર્શીત કરેલ હતી.આમ એક યાદીમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજીવભાઇ દોશી તથા માનદમંત્રી ઉપેનભાઇ મોદી દ્વારા જણાવવામાં આવેલ છે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here