એક માસમાં 32 હજાર મુસાફરોએ મુસાફરી કરી…

એક માસમાં 32 હજાર મુસાફરોએ મુસાફરી કરી…
એક માસમાં 32 હજાર મુસાફરોએ મુસાફરી કરી…

દિવાળીનું બુકિંગ અત્યારથી શરૂ થઈ ગયું

રાજકોટ એરપોર્ટને જન્માષ્ટમી ફળી છે. સાતમ- આઠમનો  પર્વ હવે મિનિ વેકેશન જેમ જ ઉજવવમાં આવે છે. આ પર્વને  અનુસંધાને દિલ્હી, મુંબઈ, ગોવા, જવા માટે મુસાફરોનો ધસારો વધારે રહ્યો હતો. દરેક ફલાઇટ હાઉસફુલ રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યાનુસાર, એક જ માસમાં રાજકોટમાંથી 32 હજાર મુસાફરોએ મુસાફરી કરી છે.

એક જ માસમાં આટલી મોટી સંખ્યામાં લોકોએ મુસાફરી કરી. હવે દિવાળી પર્વ નજીક આવી રહ્યું છે તેનું એડવાન્સ બુકિંગ અત્યારથી ચાલુ છે.  તેથી બે માસ સુધી આવો જ ધસારો રહે તેવી સંભાવના છે.

ટ્રાવેલ્સ સંચાલકોના જણાવ્યાનુસાર એરપોર્ટ, રેલવે, એસટી વગરે મુસાફરોથી ધમધમતું જોવા મળ્યું હતું. જન્માષ્ટમી પર્વને લઈને સૌરાષ્ટ્રમાં ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝમાં રૂ. 80 કરોડનું ટર્નઓવર રહ્યું હતું. બે વર્ષ પછી લોકોને કોઈ પાબંદી વગર ફરવા જવા માટેની મંજૂરી મળતા મુસાફરોની સંખ્યા વધારે રહી હતી.

એવું તારણ નીકળ્યું છે કે, દિલ્હી અને મુંબઈથી મોટી સંખ્યામાં રાજકોટ આવનારની સંખ્યા વધારે હતી. રાજકોટ- સૌરાષ્ટ્રમાં આવીને લોકો જન્માષ્ટમીની ઉજવણીમાં જોડાયા હતા.

Read About Weather here

જ્યારે જવા માટે ગોવા અને સાઉથના રાજ્યમાં જવાનું પ્રમાણ વધારે હતું કારણ કે, સપ્તાહની રજામાં ઝડપથી ફરીને આવી શકાય છે. સાતમ- આઠમની સરખામણીએ દિવાળીમાં મુસાફરોની સંખ્યા વધુ નોંધાય તેવી સંભાવના છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here