ઉમેદવારો સામે GETCO સત્તાધીશો ઝૂક્યા,વિદ્યુત સહાયકોની લેખિત પરીક્ષા રદ કરાઈ

ઉમેદવારો સામે GETCO સત્તાધીશો ઝૂક્યા,વિદ્યુત સહાયકોની લેખિત પરીક્ષા રદ કરાઈ
ઉમેદવારો સામે GETCO સત્તાધીશો ઝૂક્યા,વિદ્યુત સહાયકોની લેખિત પરીક્ષા રદ કરાઈ
ગુજરાત સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી માટેની સમગ્ર પ્રક્રિયા રદ કરીને નવેસરથી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાની જાહેરાત કંપની સત્તાધીશોએ કરી હતી. જેની સામે અગાઉની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આમ છતા જેટકો સત્તાધીશોએ પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. જોકે ઉમેદવારોના રોષ સામે સત્તાધીશોને ઝૂકવુ પડયુ છે. જેટકો દ્વારા પોલ ટેસ્ટ તો યથાવત રખાયો છે પણ 7 જાન્યુઆરીએ લેવાનારી લેખિત પરીક્ષા રદ કરવામાં આવી છે.જેટકોએ પોતાની વેબસાઈટ પર સત્તાવાર રીતે આપેલી જાણકારી પ્રમાણે તા.28 અને 29 ના રોજ પોલ ટેસ્ટ તમામ ઉમેદવારો માટે રાબેતા મુજબ લેવાશે. જે ઉમેદવારોએ અગાઉ તા.9 સપ્ટેમ્બરના રોજ લેખિત પરીક્ષા આપી હતી તેવા ઉમેદવારોની લેખિત પરીક્ષા હવે લેવામાં નહીં આવે.પરંતુ જે ઉમેદવારો અગાઉના પોલ ટેસ્ટમાં પાસ થયા નહોતા તેવા ઉમેદવારો જો નવેસરથી લેવાઈ રહેલા પોલ ટેસ્ટમાં પાસ થશે તો તેવા જ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોએ પોતાના આંદોલન દરમિયાન પોલ ટેસ્ટ ફરી લેવાય પણ લેખિત પરીક્ષા નવેસરથી ના લેવાય તેવી ફોર્મ્યુલા રજૂ કરી હતી અને સત્તાધીશોએ તેના પર વિચારણા કરવાની ખાતરી આપી હતી. જોકે 48 કલાક બાદ પણ આ બાબતે કોઈ જાહેરાત નહીં થતા ઉમેદવારોનુ એક જૂથ બે દિવસ પહેલા ફરી વડોદરા સ્થિત જેટકો હેડક્વાર્ટર ખાતે પહોંચ્યુ હતુ અને જો પરીક્ષા રદ ના થાય તો પરિવાર સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. મોડે મોડે પણ સત્તાધીશોએ આ ફોર્મ્યુલા અનુસાર લેખિત પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે.

જેટકોએ મહેકમ વધારતા અન્ય નોકરી વાંચ્છુકોને તક મળશે

અત્રે જણાવીએ કે, આ પરીક્ષામાં જે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હશે તે ઉમેદવારોની લેખિત પરીક્ષા નહીં લેવાય. અગાઉ લેખિત પરીક્ષા બાદ પોલ ટેસ્ટ લેવાતો હતો. હાલ વિવાદ બાદ પોલ ટેસ્ટના આયોજનમાં નવા ઉમેદવારોનો પહેલા પોલ ટેસ્ટ લેવાશે. જેટકોએ મહેકમ વધારતા અન્ય નોકરી વાંચ્છુકોને તક મળશે.

Read National News : Click Here

અગાઉ 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા 

જેટકો દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં ગેરરીતી થઈ હોવાની રજૂઆત બાદ જેટકો દ્વારા તપાસ કરાવવામાં આવતા અધિકારીઓની બેદકારી સામે આવી હતી. જે બાદ જેટકો દ્વારા  ત્રણ ઝોનની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જે બાદ પણ વિવાદ શાંત થવાનું નામ ન લેતા વડોદરા જેટકોની ઓફીસ બહાર પરીક્ષાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરી રજૂઆત કરી હતી. અને અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ આજે જેટકો દ્વારા બેદરકારી દાખવનાર 6 અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here