ઉજજડ બની ગયેલી જમીનને પુન:જીવંત કરવાનો એકમાત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે : રાજયપાલ

ઉજજડ બની ગયેલી જમીનને પુન:જીવંત કરવાનો એકમાત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે : રાજયપાલ
ઉજજડ બની ગયેલી જમીનને પુન:જીવંત કરવાનો એકમાત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે : રાજયપાલ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ગઇકાલે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ યોજી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત રાસાયણિક ખેતીમુક્ત બને અને સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત રોલ મોડલ બને તેવા સ્વપ્નને યાદ કરી પ્રાકૃતિક ખેતી અંગે સ્વયંના અનુભવનો નિચોડ ખેડૂતો સમક્ષ રજુ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ખેડૂતો હજુ પણ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળતા અચકાતા હોવાનું મુખ્ય કારણ કૃષિ પેદાશમાં ઘટાડા અંગે ચિંતા અને ડર હોવાનું રાજ્યપાલે જણાવતાં કહ્યું હતું કે, રાસાયણિક ખેતીમાં યુરિયા, ડી.એ.પી., જંતુનાશક દવાઓનો મોટા પાયે વપરાશ કરવો પડે છે. જે ખર્ચાળ છે અને જમીનને નુકસાન પણ કરે છે, જયારે પ્રાકૃતિક ખેતીમાં માત્ર ગાયના ગોબર અને મૂત્ર દ્વારા ઓછા ખર્ચે વધુ કૃષિ પાક લઈ શકાય છે. પ્રાકૃતિક ખેતીથી કૃષિ પેદાશમાં ઘટાડો નહીં પરંતુ ઉત્તરોત્તર વધારો થતો જશે તેમ રાજ્યપાલશ્રીએ ખાતરી આપતાં જણાવ્યું હતું.

Read Saurashtra Kranti E-Paper here

દેશમાં જ્યારે અન્નની મોટા પાયે જરૂરિયાત હતી ત્યારે હરિત ક્રાંતિ થકી આપણે કૃષિ ઉત્પાદન વધારવા રાસાયણિક ખેતી અપનાવી, યુરિયા, ડી.એ.પી. જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ કર્યો, જેનાથી જમીનની કાર્યક્ષમતા ઘટી અને જમીન ઉજ્જડ અને બિનઉપજાઉ બની. રાસાયણિક ખેતીને લીધે દેશભરમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 0.5 થી નીચે આવી ગયું હોઈ જમીનને પુન: કાર્યક્ષમ બનાવવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનું દેવવ્રતજીએ જણાવ્યું હતું.

Read National News : Click Here

જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવી રાજ્યપાલશ્રીએ સ્વયં પોતાનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, મારા ખેતરમાં મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી તેના ત્રણ વર્ષની અંદર જમીનનું લેબોરેટરીમાં પરીક્ષણ કરાવતાં તેમાં ઓર્ગેનિક કાર્બન 1.7 ઉપર આવી ગયો છે, તેમ જ એક એકરમાં 32 ક્વિન્ટલ અનાજ પેદા થયું છે, જે પ્રાકૃતિક ખેતીની સફળતા દર્શાવે છે.પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવામૃત એક દેશી ગાયના એક દિવસના ગોબર અને મૂત્રથી જ તૈયાર થઈ જશે, આ જીવામૃતના છંટકાવ થકી સૂક્ષ્મ જીવાણુઓ અને અળસીયાઓ ઓર્ગેનિક કાર્બન વધારવાનું કામ કરે છે, તેનાથી જમીન ફળદ્રુપ બને છે અને નિંદામણની જરૂર પડતી નથી, તેમ રાજ્યપાલે માહિતી આપી ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો કે, યોગ્ય રીતે પ્રાકૃતિક ખેતી કરવામાં આવશે તો એક વર્ષની અંદર રાસાયણિક ખેતીની લગોલગ કૃષિ પેદાશ થઈ જશે અને દર વર્ષે ઉત્પાદનમાં સતત વધારો થતો રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાકૃતિક ખેતીના મિશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય સરકારના સક્રિય સહયોગની સરાહના કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉમેર્યુ હતું કે પ્રાકૃતિક કૃષિ અંગે જનજાગૃતિના મહત્વના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યપાલે આ તકે યાર્ડ ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશના પ્રદર્શન કમ વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે તેમના ઉત્પાદનો અંગે સંવાદ કર્યો હતો. સાથોસાથ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ ધીરે ધીરે આગળ આવે તે માટે સંકલ્પ લેવડાવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલનું પોલીસ બેન્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર તેમજ સ્મૃતિચિન્હ આપી સ્વાગત કરાયું હતું.
રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here