ઈન્સ્ટાગ્રામમાં પ્રેમ પાંગર્યા બાદ પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતિએ ઉંઘની દવાનો ઓવરડોઝ પી લીધો

ઈન્સ્ટાગ્રામમાં પ્રેમ પાંગર્યા બાદ પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતિએ ઉંઘની દવાનો ઓવરડોઝ પી લીધો
ઈન્સ્ટાગ્રામમાં પ્રેમ પાંગર્યા બાદ પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતિએ ઉંઘની દવાનો ઓવરડોઝ પી લીધો
ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી યુવતિને નવાગામમાં રહેતા યુવક સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે પ્રેમ પાંગર્યા બાદ પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દેતા ડીપ્રેશનમાં આવેલી યુવતિએ ઉંઘની દવાનો ઓવરડોઝ પી લેતા સારવારમાં ખસેડવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

 પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીએ ગઈકાલે સાંજે ઉંઘની દવાનો ઓવરડોઝ પી લીધો હતો. જેમની પ્રાથમિક સારવાર ઘરે જ કર્યા બાદ તબીયત સુધરતા આજે તે એક ખાનગી બેંકમાં નોકરી કરતી હોવાથી તે કામ પર ગઈ હતી. પરંતુ ત્યાં તેમની તબીયત લથડતા બેભાન થઈ ઢળી પડી હતી. સાથી કર્મચારીઓએ તેમને સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડેલ હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરેલ હતી.

Read National News : Click Here

 વધુમાં યુવતિએ આક્ષેપ કર્યો હતો કે તેણીને ચાર વર્ષ પહેલા નવાગામમાં રહેતા જયદીપ લુભાણી નામના યુવક સાથે ઈન્સ્ટાગ્રામમાં પરીચયમાં આવી હતી. યુવક પેડક રોડ પર કપડાની દુકાન ધરાવે છે. ઈન્સ્ટાગ્રામમાં પ્રેમ પાંગર્યા બાદ યુવક તેને શહેરની અલગ અલગ હોટલમાં લઈ ગયેલ હતો. અને તેની સાથે લગ્ન કરીશ તેવું વચન આપેલ હતું. જે બાદ તે વચન પર ઉભો ન રહેતા પ્ર.નગર પોલીસ મથકે તેના વિરૂધ્ધ અરજી પણ આપેલ હતી. જે બાદ યુવકે લગ્ન કરવા સહમતી દર્શાવતા બન્ને લગ્ન કરવા એક એડવોકેટની ઓફીસે ગયા હતા જયાં છ કલાક માથાકૂટ કર્યા બાદ યુવકે લગ્ન કરવાની ફરીવાર ના પાડી દીધી હતી. જે બાદ તે ઘણા સમયથી ડીપ્રેશનમાં રહેતા અંતે કંટાળીને પગલું ભર્યાનું જણાવ્યું હતું બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે યુવતીનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here