ઈન્દોરે જીત્યો શ્રેષ્ઠ “નેશનલ સ્માર્ટ સિટી” એવોર્ડ : ગુજરાતના સુરતને મળ્યું બીજું સ્થાન

ઈન્દોરે જીત્યો શ્રેષ્ઠ “નેશનલ સ્માર્ટ સિટી” એવોર્ડ : ગુજરાતના સુરતને મળ્યું બીજું સ્થાન
ઈન્દોરે જીત્યો શ્રેષ્ઠ “નેશનલ સ્માર્ટ સિટી” એવોર્ડ : ગુજરાતના સુરતને મળ્યું બીજું સ્થાન
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે શુક્રવારે 2022 માટે ઈન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડની જાહેરાત કરી હતીસ્વચ્છ શહેર તરીકે સળંગ છ વર્ષથી ઓળખ ધરાવતા મધ્યપ્રદેશનું ઈન્દોર હવે સ્માર્ટસીટીમાં પણ નંબર-વન બન્યુ છે જયારે સ્માર્ટ રાજયમાં મધ્યપ્રદેશ નંબર-વન છે. સ્વચ્છતા માટે જાણીતા ઈન્દોરને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ‘નેશનલ સ્માર્ટ સીટી એવોર્ડ’ના લિસ્ટમાં મોખરાનું સ્થાન મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી સ્પર્ધાની ચોથી આવૃતિમાં 100 સ્માર્ટ સીટીમાંથી ઈન્દોર પહેલું સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. ગુજરાતમાંથી સુરતને બીજો ક્રમ મળ્યો છે, જયારે આગ્રા ત્રીજા સ્થાને રહ્યું છે. ‘ઈન્ડિય સ્માર્ટ સીટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ ની ચોથી આવૃતિના 2022 માટેનું પરિણામ શુક્રવારે જાહેર કરાયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશમાં ઈન્દોર ખાતે જ આઈએસએસી 2022ના એવોર્ડસ એનાયત કરશે. રાજયોમાં મધ્યપ્રદેશ અને તામિલનાડુને ઉત્તમ પ્રદર્શન માટે અનુક્રમે પહેલું અને બીજું સ્થાન મળ્યું છે.

જયારે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સંયુક્ત રીતે ત્રીજા ક્રમે રહ્યા છે. કેન્દ્રશાસીત પ્રદેશોમાં ચંદીગઢ મોખરે રહ્યું છે. સ્માર્ટ સીટીઝ મીશન (એસસીએમ)ની શરૂઆત 2015માં 25 જૂને કરવામાં આવી હતી. તેનો હેતુ ‘સ્માર્ટ સોલ્યુશન્સ’ની મદદથી નાગરિકોને કોર ઈન્ફ્રાસ્ટ્રકચર, સ્વચ્છ અને ટકાઉ પર્યાવરણનો માહોલ પુરો પાડવાનો તેમજ જીવનની ગુણવતામાં સુધારો કરવાનો હતો. આઈએસએસી 2022 માટે 80 સ્માર્ટ સીટી તરફથી 845 નોમીનેશન મળ્યા હતા.

Read About Weather here

જબલપુર ‘ઈકોનોમી‘ કેટેગરીમાં એક ‘ઈન્ક્યુબેશન સેન્ટર‘ સાથે વિજેતા હતું, ત્યારપછીના બે સ્થાને ઈન્દોર અને લખનૌ આવે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચંદીગઢને “સાયકલ ટ્રેક સાથે પબ્લિક બાઇક શેરિંગ (PPP)” માટે ‘મોબિલિટી‘ શ્રેણીમાં શ્રેષ્ઠ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારબાદ ન્યુ ટાઉન, કોલકાતા અને સાગરનો ક્રમ આવે છે. ઇન્દોરે “હવા ગુણવત્તા સુધારણા અને વર્ટિકલ ગાર્ડન્સ સાથે અહિલ્યા વાન” માટે ‘અર્બન એન્વાયર્નમેન્ટ‘ કેટેગરીમાં શ્રેષ્ઠ શહેરનો એવોર્ડ પણ જીત્યો છે. આ જ શ્રેણીમાં, શિવમોગ્ગા અને જમ્મુને અનુક્રમે ‘ડેવલપમેન્ટ ઇન કન્ઝર્વન્સી‘ અને ‘ઈ-ઓટો‘માં તેમની પહેલ માટે પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી.

ચંદીગઢ તેની ઈ-ગવર્નન્સ સેવાઓ માટે બેસ્ટ ગવર્નન્સ કેટેગરીમાં પણ વિજેતા રહ્યું છે. મોદી સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહેલા દેશના 100 સ્માર્ટ સિટીમાં ઈન્દોરને પ્રથમ, ગુજરાતના સુરતને બીજું અને ઉત્તર પ્રદેશના આગ્રાને ત્રીજું સ્થાન મળ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં, ઈન્દોરને સતત છઠ્ઠી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું હતું. ‘પર્યાવરણ સર્જન‘ શ્રેણીમાં, કોઈમ્બતુરને તેના મોડેલ રસ્તાઓ અને તળાવોના પુનઃસંગ્રહ અને કાયાકલ્પ માટે શ્રેષ્ઠ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તે પછી ઈન્દોર આવે છે, જ્યારે ન્યુ ટાઉન કોલકાતા અને કાનપુર ત્રીજા સ્થાને છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here