
આયર્લેન્ડ પ્રવાસ પર જસપ્રિત બુમરાહે 11 મહિના બાદ વાપસી કરીને શાનદાર પ્રદર્શન કર્યું છે. આ પહેલા 2022માં જ્યારે તેને ઈજા પહેલા છેલ્લી મેચ રમી ત્યારે ઓસ્ટ્રેલિયા સામે 4 ઓવરમાં એક પણ વિકેટ લીધા વિના 50 રન આપ્યા હતા પણ ભારત માટે 327 દિવસ રમ્યા બાદ તેણે આયર્લેન્ડ સામે 4 ઓવરમાં 24 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
લાંબા સમયથી ટીમની બહાર રહેલો જસપ્રીત બુમરાહ પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બની ગયો છે અને તેને અર્શદીપને પણ પાછળ છોડી દીધો. ભારતે T20 સીરિઝની પ્રથમ મેચમાં આયર્લેન્ડને 2 રને હરાવ્યું હતું. આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. તેથી ડકવર્થ લુઈસ નિયમથી ભારતને જીત મળી. આ મેચમાં કેપ્ટન જસપ્રીત બુમરાહના નામે વધુ એક રસપ્રદ રેકોર્ડ નોંધાયો હતો. તેને રોહિત શર્મા અને વિરાટ કોહલીની યાદીમાં જગ્યા બનાવી લીધી છે. નોંધનીય છે કે આ મેચ માટે બુમરાહને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ભારત માટે T20 ઇન્ટરનેશનલમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભુવનેશ્વર કુમારના નામે છે. તેણે 47 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ 23 વિકેટ સાથે આ યાદીમાં બીજા નંબર પર પહોંચી ગયો છે. ત્રીજા નંબર પર યુવા બોલર અર્શદીપ છે જેને 21 વિકેટ લીધી છે. અશ્વિન 16 વિકેટ સાથે ચોથા નંબર પર છે. આશિષ નેહરાએ 15 અને વોશિંગ્ટન સુંદરે 15 વિકેટ ઝડપી છે. બુમરાહે પહેલી જ ઓવરમાં 2 વિકેટ લીધી હતી, જેની સાથે તેણે T20 ઈન્ટરનેશનલમાં આર અશ્વિનની બરાબરી કરી હતી. મેચમાં બુમરાહે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
Read About Weather here
આ મેચ સાથે, બુમરાહે T20 આંતરરાષ્ટ્રીયમાં વિકેટ લેવાના મામલે અનુભવી સ્પિનર આર અશ્વિનની બરાબરી કરી લીધી. બુમરાહે રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં 72 વિકેટ લીધી હતી. અશ્વિને ટી20 ઈન્ટરનેશનલમાં પણ અત્યાર સુધી માત્ર 72 વિકેટ લીધી છે. બુમરાહ T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારો ચોથો બોલર બન્યો છે. બુમરાહ ટી20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જીતનારો ભારતીય ખેલાડી બની ગયો છે. બુમરાહ પહેલા રોહિત, કોહલી અને સુરેશ રૈના આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ભારતીય ખેલાડીઓની યાદીમાં કેપ્ટન તરીકે સૌથી વધુ ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ જીતવાનો રેકોર્ડ રોહિતના નામે છે. તેણે 5 ટાઇટલ જીત્યા છે. કોહલી બીજા નંબર પર છે. તેણે 3 ટાઇટલ જીત્યા છે. બુમરાહ અને રૈનાએ એક-એક વખત આ એવોર્ડ જીત્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here