આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
જૈન સોશિયલ ગ્રુપ્સ આંતરરાષ્ટ્રીય ફેડરેશન જે સમગ્ર વિશ્ર્વમાં જૈન સમુદાયની સૌથી મોટી સંસ્થા છે. જેમાં 438 ગ્રુપ અને 90,000 સભ્યો છે તથા સંગીની ફોર્મ મહિલા વિંગના 93 ગ્રુપો ના 14000 સભ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જૈન સોશિયલ ગ્રુપ સમગ્ર વિશ્ર્વમાં દર વર્ષે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં પોતાનો સ્થાપના દિવસ સાથે સેવા સપ્તાહ ઉજવે છે. પોતાના સ્થાપના દિવસની ઉજવણી સાથે   આખું અઠવાડિયું સેવા સપ્તાહ ઉજવે છે. સમગ્ર ભારતમાં તેના દસ રીજિયનો આવેલ છે આ આશ્રય સેવા સપ્તાહ દરમિયાન કરોડો રૂપિયાના સેવાકીય કાર્યો થાય છે આ આશ્રય સેવા સપ્તાહ તારીખ 20 ઓગસ્ટના રોજ સમાપન સેવા કાર્ય રાજકોટમાં યોજાયેલ છે.આ અંગે વધુ માહિતી આપતા જૈન સોશિયલ ગ્રુપ ફેડરેશનનાના ઉપ પ્રમુખ મનીષભાઈ દોશી, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર નિલેશભાઈ કામદાર અને આશ્રય સેવા સપ્તાહ ચેરમેન ઉપેનભાઈ મોદી વધુ માહિતી આપતા જણાવે છે કે તારીખ 13 ઓગસ્ટથી સમગ્ર ભારતમાં શરૂ કરેલ હજારો સેવાકીય કાર્યક્રમો દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. ત્યારે આ આશ્રય સેવા સપ્તાહ સમાપન 9 મેગા સેવાકીય કાર્ય સાથે રાજકોટના 9 જૈન સોશિયલ ગ્રુપો અને ચાર સંગીની ગ્રુપોનો સથવારે સમાપન થવા જઈ રહ્યું છે. ત્યારે આ સેવા સમાપન સમારોહમાં ખાસ હાજરી આપવા ચેન્નઈથી ફેડરેશન પ્રમુખ અમીષભાઈ દોશી, સેક્રેટરી જનરલ ચિરાગભાઈ ચોકસી, ઉપ-પ્રમુખ બકુલેશભાઇ વિરાણી, ઉપપ્રમુખ, મનીષભાઈ શાહ, સુરેશભાઈ કોઠારી,પૂર્વ પ્રમુખ, હરેશભાઈ વોરા,પૂર્વ પ્રમુખ, વગેરે ઉપસ્થિત રહેવાના છે રાજકોટમાં આ સેવા સપ્તાહનો અંતિમ દિવસે 9 મેગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.તે માટે રાજકોટના બધા ગ્રુપોનો પ્રમુખ મંત્રીઓ કારોબારી સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

આશ્રય સેવા સપ્તાહમાં તારીખ 20 ઓગસ્ટના રોજ થવાના કાર્યક્રમોની માહિતી આપતો સૌરાષ્ટ્ર રિજિયન નો ઇલેક્ટ ચેરમેન સેજલભાઈ કોઠારી વાઇસ ચેરમેન જયેશભાઈ વસા જણાવ્યું છે કે સવારે 9 વાગ્યાથી મેરેથોન રેલીથી બેટી બચાવો બેટી પઢાવોની ઝુંબેશને બળ પૂરું પાડવા 300 થી વધુ સ્કૂલ બાળાઓ તથા મોટા પ્રમાણમાં જેએસજી ગ્રુપના સભ્યો સંગીની ફોરમના બહેનો આ રેલીમાં જોડાશે સતત 12 કલાક વિવિધ સેવાકીય કાર્યો રાજકોટ નગરના આંગણે યોજી જૈન સોશિયલ ગ્રુપ એક વિક્રમ સર્જવા જઈ રહ્યું છે.સેવા સપ્તાહ સમાપનના પ્રોજેક્ટ ઇન્ચાર્જ મેહુલભાઈ દામાણી, કો.ઇન્ચાર્જ નિલેશભાઈ ભાલાણી અને ઝોન કોડીનેટર રાજેશભાઈ મોદી જણાવે છે કે આ સેવા સપ્તાહ સમાપનમાં જૈન સોશિયલ ગ્રુપ સૌરાષ્ટ્ર રિજિયનના ચેરમેન કાર્તિકભાઈ શાહ પૂર્વ ચેરમેન ચેતનભાઇ વોરા મંત્રી હિરેન પરીખ તથા સૌરાષ્ટ્ર રિજ. હોદેદારઓના 30 જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ મંત્રી હોદેદારો ખાસ ઉપસ્થિત રહેશે આ સમાપન સમારોહમાં છેલ્લા 25 વર્ષથી સૌરાષ્ટ્રમાં રિજિયનમાં સેવા આપનાર પૂર્વ ચેરમેનનું સન્માન આયોજન થશે.

Read About Weather here

જૈન સોશિયલ ગ્રુપ એલિટના પ્રમુખ બકુલેશભાઈ મહેતા બ્લડ ડોનેશન કમિટીના ચેરમેન ચેતનભાઇ પંચમિયા બ્લડ ડોનેશન કમિટીના પ્રોજેક્ટ ચેરમેન જીગ્નેશભાઈ બોરડિયા વધુમાં જણવેલ છે કે આશ્રય સેવા સપ્તાહના ભાગરૂપે મેગા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે છેલા 5 વર્ષથી એલિટ ગ્રૂપ રક્તદાન કેમ્પનું આયોજન કરી રહ્યુ છે.સૌરાષ્ટ્ર રિજિયન સંગીની ફોરમના ક્ધવીનર સેજલબેન દોશી જેએસજી મીડટાઉન સંગીની ફોરમના પ્રમુખ પ્રીતિબેન શાહ તથા સૌરાષ્ટ્ર રિજિયનના ઙછઘ મીરાબેન દોશી વધુમાં માહિતી આપતા જણાવે છે. આશ્રય સેવા સપ્તાહ દરમિયાન અમારા મીડટાઉન સંગીની ફોરમ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં વડીલોને વંદના કરી આખો દિવસ સાથે રહેવા વૃક્ષારોપણ કરેલ તથા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના બેટી બચાવો બેટી પઢાવોના આહવાનને વેગ આપવા તારીખ 20 ઓગસ્ટ રવિવારે મેરેથોન રેલીમાં સ્કૂલ બાળાઓ સાથે 500 થી વધુ લોકો જોડાશે બહુમાળી ભવનથી યાજ્ઞિક રોડ રાષ્ટ્રીય શાળા સુધીની આ રેલી સમાજને એક સંદેશ આપશે સાથો સાથ રાજકોટની કે જે કોટેચા ગર્લ્સ સ્કુલની બાળાઓને શુદ્ધ પાણી મળી રહે તે માટે 150 લીટરનું વોટર કુલર ભેટ આપશે તે ઉપરાંત સરોજની નાયડુ ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરી બારમા ધોરણમાં સુંદર માર્કસ મેળવી ઉત્તીર્ણ થયેલ 13 વિદ્યાર્થીનીઓને વધુ અભ્યાસ માટે શિક્ષણ માટે દત્તક લેવા છે. જૈન સોશિયલ ગ્રુપ મિડટાઉન ના પ્રમુખ તરૂણભાઈ કોઠારી જીવદયાના કાર્યની પ્રેરણા માટે ગાય માતાનું પૂજન કરી અને અબોલ જીવોના પેટમાં ખોરાક સાથે જતો પ્લાસ્ટિકની તકલીફો દૂર કરવા ગૌ માતાના જટિલ ઓપરેશનકરાવશે વિદ્યાર્થીનીને વધુ અભ્યાસ માટે શિક્ષણ માટે દત્તક લેવા છે.

જૈન સોશિયલ ગ્રુપ, યુવાના પ્રમુખ મનીષભાઈ મહેતા તથા કારોબારી સભ્યો જીવદયા ના કાર્યો કરી ગૌશાળા ખાતે 1200 જેટલી ગાયોને ફળ શાકભાજી અનાજ અન્ય વસ્તુઓનો અન્નકોટ ગાય માતાને અર્પણ કરવામાં આવશેજૈન સોશિયલ ગ્રુપ પ્રાઈમ ના પ્રમુખ હેમલભાઈ પારેખ અને સંગીનીના પ્રમુખ પૂજાબેન મહેતા સેવા સપ્તાહના ભાગરૂપે મેરેથોન રેલીની બાળાઓને તથા કે જે કોટેચા સ્કૂલની બાળાઓને સ્ટીલની 1008 વોટર બોટલ ભેટ આપશે.તેવી જ રીતે સરોજીની નાયડુ સ્કૂલની 200 વિદ્યાર્થિનીઓ મેરેથોન રેલીમાં જોડાઈ અને સ્કૂલના પ્રિન્સિપાલ સોનલબેન ફળદુનો સહકાર મળેલ છે. મેરેથોન રેલીમાં કે જે કોટેચા સ્કૂલની વિદ્યાર્થિનીઓ અને તેના પ્રિન્સિપાલ સ્વાતિબેન જોશીનો સહકાર મળેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here