આશ્ચર્યજનક ઋતુઃરાજકોટમાં સવારે 13 સે.ઠંડી અને બપોરે 33 સે.ગરમી

આશ્ચર્યજનક ઋતુઃરાજકોટમાં સવારે 13 સે.ઠંડી અને બપોરે 33 સે.ગરમી
આશ્ચર્યજનક ઋતુઃરાજકોટમાં સવારે 13 સે.ઠંડી અને બપોરે 33 સે.ગરમી
ચાલુ વર્ષમાં અર્ધો શિયાળો વિતવા છતાં હજુ કડકડતી, ધુ્રજાવી દેતી ઠંડીની જગ્યાએ મિશ્ર ઋતુ જેવા હવામાનથી લોકોમાં બદલાતા ક્લાઈમેટ અંગે ચિંતા જન્માવી છે. રાજકોટમાં આજે સવારે 13.6 સે. તાપમાને એક તરફ ઠંડીનો અનુભવ થયો હતો પરંતુ, માત્ર સાત કલાકમાં જ પારો સડસડાટ વધીને 33.4 સે.એ પહોંચી જતા ગરમીનો અનુભવ થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ જ રીતે રાજ્યના લગભગ તમામ સ્થળોએ મિશ્ર ઋતુ રહી હતી. સવારનું તાપમાન રાજ્યમાં સૌથી નીચું નલિયા 11.4, ડીસા 13.4, રાજકોટ 13.6, ભૂજ 13.7 નોંધાયું હતું પરંતુ આ ચારેય સ્થળોએ બપોરનું તાપમાન 30થી 34 સે.વચ્ચે પહોંચ્યું હતું. અન્ય શહેરોમાં વડોદરા, ગાંધીનગર, સુરેન્દ્રનગર ,કંડલા 15, કેશોદ (જુનાગઢ), મહુવા, અમદાવાદ, વલ્લભવિદ્યાનગર, પોરબંદર, કંડલા બંદર ખાતે 16 સે., ભાવનગર, દ્વારકા, સુરતમાં 17  સે.તાપમાને સામાન્ય ગુલાબી ઠંડી રહી હતી.  પરંતુ, બપોરનું તાપમાન સૌથી વલસાડમાં તો ઉનાળા જેવું 34.2 સે.એ પહોંચી ગયુ હતું. જ્યારે રાજકોટ, સુરત, પોરબંદર, વેરાવળમાં પણ 33 સે.એ પહોંચી જતા ગરમીનો અનુભવ થયો હતો. 

Read National News : Click Here

મૌસમ વિભાગ અનુસાર હજુ પણ તા.૨૯ ડિસેમ્બરે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકશે અને શિયાળો નવા વર્ષ 2024ના આરંભે ડિસ્ટર્બ જ રહેશે. તા. 29થી તા. 2 જાન્યુઆરી દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારત સહિત સ્થળોએ વરસાદી હવામાનની આગાહી કરાઈ છે.  ગુજરાતમાં સામાન્ય રીતે ડિસેમ્બર અંતમાં જે તાપમાન રહેતું હોય છે તેના કરતા હાલ 3થી 5 સે. વધુ તાપમાન રહે છે. સવારનું તાપમાન પણ અમદાવાદ, સુરત, રાજકોટ સહિત મોટાભાગના સ્થળોએ ઉંચુ નોંધાય છે. પ્રથમવાર લોકો દિવસના સમયે ‘ગરમ શિયાળા’નો અનુભવ કરી રહ્યા છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here