આડકતરા વેરામાં નવી કલમ 37 ઉમેરાઈ:સપ્લાયર્સ GST ના ભરે તો ખરીદનારે ચૂકવવો પડશે

રાજકોટ : પરાબજાર અને દાણાપીઠમાં સ્ટેટ GST ટીમના દરોડા
રાજકોટ : પરાબજાર અને દાણાપીઠમાં સ્ટેટ GST ટીમના દરોડા
દેશમાં 2017થી અમલી બનેલા ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટ એ હજું સૌથી મોટી સમસ્યા બની રહી છે અને કેરાળા જીએસટી પ્રેકટીશનર એસો.એ આઈટીસી અંગેના નિયમ 37એ સામે પ્રશ્ર્ન ઉઠાવીને નવો મુદો છેડયો છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં જો વેચનાર કોઈપણ રીતે તેની જીએસટી જવાબદારીમાં નિષ્ફળ જાય મતલબ કે જો વેચનાર જીએસટી ડયુ ના ચુકવે તો આ ટેક્ષ ભરપાઈની જવાબદારી ખરીદનાર પર આવશે. જીએસટીનું માળખુ એક ચેઈન જેવું છે જેમાં ઉત્પાદક કે પ્રથમ વેચનાર તે જીએસટીની ભરપાઈની પ્રથમ જવાબદારી હોય છે પછી જેમ જેમ ચેઈન આગળ વધતી જાય તેમ તેમ વેલ્યુ એડેડ ટેક્ષ મુજબ વધારાની કિંમત પર ટેક્ષ વસુલાય છે.આ સ્થિતિમાં જો પ્રથમ વેચનાર કે પછી તે પછીની કડીમાં આવતા સપ્લાયર જો તેનો ટેક્ષ યોગ્ય સમયમાં ભરપાઈ કરે નહી તો ખરીદનાર પર જે તે ટેક્ષ ભરપાઈની જવાબદારી આવી જાય છે.

જીએસટી કાનુન મુજબ વેચનાર પાર્ટી તેના જીએસટી રીટર્નમાં બિલ મુજબ ટેક્ષ જવાબદારી દર્શાવે છે. પણ નવા નિયમ મુજબ જો સપ્લાયર્સ જેણે વેચાણ કર્યુ હોય તે ફકત જીએસટી રીટર્ન-1 ફાઈલ કરે જેમાં જે તે માસના બિલની જ માહિતી હોય તે સમયે ખરીદનાર પાર્ટીએ એ નિશ્ચિત કરવુ પડશે કે તે જે જીએસટી રીટર્ન 3બી ફાઈલ કરે તે જીએસટી રીટર્ન-1 સાથે ‘મેચ’ થતું હોય તે જરૂરી છે અને તે સમયમર્યાદામાં ફાઈલ થયુ છે અથવા તેને જે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ (આઈટીસી)નો લાભ મળ્યો હોય તે જો આ બે રીટર્નની માહિતી મીસમેચ થતી હોય તો તે આઈટીસી તેણે સરકારને પરત કરવાની રહેશે.

Read National News : Click Here

વાસ્તવમાં જીએસટીમાં કડક જોગવાઈ કરવામાં આવી છે કે વેચનાર પાસેથી ટેક્ષ ભરપાઈ થયો છે તે નિશ્ચિત થવું જરૂરી છે તો જ જે તે ખરીદનાર ઈનપુટ ટેક્ષ ક્રેડીટ (અગાઉના ટેક્ષની રકમ) નો લાભ તેને મળશે તો તેમ થયું ના હોય તો ખરીદનારના ખભે પુરો ટેક્ષ ભરવાની જવાબદારી આવી જશે અને તે મુશ્કેલીમાં મુકાશે. કારણ કે વેચનારે જે ટેક્ષ કલેકટ કર્યા છે તે સરકારમાં ભરપાઈ કર્યા નથી.જીએસટી કાનુનમાં નવી દાખલ કરાયેલી આ કલમ મુજબ 2022-23ના નાણાકીય વર્ષમાં ટેક્ષ રીટર્નમાં કોઈ સમસ્યા હોય તો તે 30 નવે. 2023 સુધીમાં ચેક કરી લેવું જરૂરી છે અને જે આઈટીસી મેળવી હોય તે મેચ થાય તે નિશ્ર્ચિત કરવું પડશે નહીતર ખરીદનારે વધારાનો ટેક્ષ અને તેના પરનું વ્યાજ પણ ચૂકવવું પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here