આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાત આવશે,આવતીકાલે ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે

આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાત આવશે,આવતીકાલે ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે
આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાત આવશે,આવતીકાલે ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે
આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થવાનું છે.આવતું કાલનું સમગ્ર સત્ર પેપરલેસ હશે.આજે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાત આવશે અને આવતીકાલે તેઓ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે અને ઇ-વિધાન એપ્લિકેશન-NEVAનું લોન્ચિંગ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસને લઈને મુખ્યમંત્રીના કાર્યક્રમો પણ નક્કી કરી દેવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ આજે નાગરિકો, પ્રજા વર્ગો,સાંસદો, ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓને મૂલાકાત માટે મળી શકશે નહીં.રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીની ગુજરાત મુલાકાત તેમજ પોતાના અન્ય પૂર્વનિર્ધારીત રોકાણોની વ્યસ્તતાને કારણે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ લોકોને મૂલાકાત આપી શકશે નહીં. આજે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાત આવશે અને આવતીકાલે તેઓ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે. તેઓ વિધાનસભામાં સંબોધન કરશે અને રાજભવનથી ઇ-વિધાન એપ્લિકેશન-NEVAનું લોન્ચિંગ કરશે.

Read Saurashtra Kranti E-Paper here

રાષ્ટ્રપતિને ગુજરાત આવવા માટે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પત્ર પણ લખવામાં આવ્યો હતો. આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવાનું છે. આ સત્ર પેપરલેસ હશે. અગાઉ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ  જણાવ્યું હતું કે, ‘વન નેશન વન એપ્લિકેશન’ની  ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં ગુજરાતે મક્કમ પગલું ભર્યું છે.

નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનથી ચોમાસુ સત્ર ચાલશે

નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. રાજ્યના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જોડાશે. ભવિષ્યમાં આ એપ્લિકેશનનો વ્યાપ વધારી તેની સાથે રાજ્યના નાગરિકોને જોડી પ્રજાલક્ષી કાર્યો તથા પ્રશ્નોનું ડિજીટલી ત્વરીત નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરાશે. વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી તમામ બાબતોને આ એપ્લિકેશનમાં આવરી લઈ ધારાસભ્યો પણ આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે. ઉપરાંત, ગૃહમાં આવેલા પ્રસ્તાવ પર પોતાનો મત તથા તેમની હાજરી પણ એપ્લિકેશનના માધ્યમથી આપી શકશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here