આજે મનપાનું જનરલ બોર્ડ:વિપક્ષના સર્વેશ્વર ચોક,રોગચાળો તથા જમીન કપાતના સવાલો ચર્ચાશે

આજે મનપાનું જનરલ બોર્ડ:વિપક્ષના સર્વેશ્વર ચોક,રોગચાળો તથા જમીન કપાતના સવાલો ચર્ચાશે
આજે મનપાનું જનરલ બોર્ડ:વિપક્ષના સર્વેશ્વર ચોક,રોગચાળો તથા જમીન કપાતના સવાલો ચર્ચાશે
આગામી તા. ૨૦મીએ મનપાનું જનરલ બોર્ડ યોજાવાનું છે. જેમાં ભાજપના ૧૭ કોર્પોરેટરો તથા કોંગ્રેસના ૧ સહિત કુલ ૧૮ કોર્પોરેટરોએ ૩૭ પ્રશ્નો રજુ કર્યા છે. જેમાં વોર્ડ નં. ૭ના ભાજપના કોર્પોરેટર વર્ષાબેન પાંધીના પ્રશ્નોથી બોર્ડની ચર્ચાનો પ્રારંભ થશે.

Visit Saurashtra Kranti Homepage here

મનપાનું આગામી ૨૦મી નવેમ્‍બરના રોજ જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્‍યે સ્‍વ. રમેશભાઇ છાયા સભાગૃહ મેયર નયનાબેન પેઢડિયાના અધ્‍યક્ષસ્‍થાને યોજાશે.ગત સપ્‍તાહે એજન્‍ડા બહાર પડયા બાદ સાંજ સુધીમાં કુલ ૧૮ કોર્પોરેટરોએ પ્રશ્‍નો મૂકયા હતા જેનો ચિઠ્ઠી ખેંચીને ડ્રો કરવામાં આવતા પ્રથમ ક્રમમાં આવેલ ભાજપના વર્ષાબેન પાંધીના રાજકોટમાં કુલ આંગણવાડી, ભાડા અને માલીકીના મકાન, સ્‍વચ્‍છતા અભિયાનમાં થયેલી કામગીરીની પ્રશ્નની ચર્ચાનો પ્રારંભ થશે.આ પ્રથમ પ્રશ્નોમાં જ બોર્ડનો પ્રશ્‍નોતરીનો એક કલાકનો સમય નીકળી જશે અને અન્‍ય પ્રશ્‍નોની ચર્ચા નહીં થાય તે નકકી છે.વોર્ડ નં. ૭ના કોર્પોરેટર વર્ષાબેનના પ્રથમ પ્રશ્નથી ચર્ચા શરૂ થશે : ભાજપના ૧૭, કોંગ્રેસના ૧ કોર્પોરેટરોએ સામાન્‍યસભામાં ૩૭ પ્રશ્‍નો મુક્‍યા નામકરણ, એરપોર્ટ રોડ પરના અમરજીતનગર તરીકે ઓળખાતા વિસ્‍તારને ‘રહેણાંક વેચાણ’ માટે જમીનનો હેતુ ફેર કરવા તથા રખડતા ઢોર નિયંત્રણ, કાલાવડ રોડ પર કપાત જમીન સામે વળતર આપવા સહિતની ૨૩ દરખાસ્‍તો

બીજા ક્રમે કોંગ્રેસના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીના ત્રણ મહત્‍વના પ્રશ્ન છે. પરંતુ વિપક્ષના પ્રશ્નની ચર્ચા ન થાય તેનું પુરૂ ધ્‍યાન રાખી શાસક પક્ષ પોતાના એક પ્રશ્નના જવાબમાં જ સમય કાઢી નાંખશે તેવું લાગે છે. કોંગ્રેસે રાજકોટ મહાપાલિકા દ્વારા લાઇન ઓફ પબ્‍લીક સ્‍ટ્રીટ હેઠળ કપાત કરવામાં આવેલા રોડ બદલામાં જમીન ફાળવણી અંગે જનરલ બોર્ડના ઠરાવ વિરૂધ્‍ધ શા માટે કાર્યવાહી કરવામાં આવી? ભવિષ્‍યમાં આવા પ્રશ્ન ઉપસ્‍થિત થાય તો જવાબદારી કોની? ઇરાદો શું છે તે વિગત પૂછવામાં આવી છે. જો તંત્ર લેખિતમાં સાચો જવાબ આપે તો કાલાવડ રોડ કપાતના કેસમાં કેટલાય જવાબદારોની કાયદેસર જવાબદારી પણ ફિકસ થઇ જાય તેમ છે.આ સિવાય કોંગ્રેસે સર્વેશ્વર ચોકમાં વોંકળાનો સ્‍લેબ તૂટી પડવામાં અત્‍યાર સુધીમાં જે તપાસ થઇ તેનો રીપોર્ટ અને છ મહિનામાં રાજકોટમાં પાણી જન્‍ય અને મચ્‍છર જન્‍ય રોગચાળાના કેસ અને મળત્‍યુની વિગત માંગી છે.

Read National News : Click Here

આ બાદ ત્રીજા ક્રમે ભારતીબેન પરસાણાનો મીટરથી નળ કનેકશન, આવાસ યોજનાના ચેકીંગ, અલ્‍પેશભાઇ મોરઝરીયાનો વ્‍યવસાય વેરાની આવક અને સ્‍કીમ, વળક્ષારોપણના પ્રશ્‍ન છે. તે સિવાય અન્‍ય સભ્‍યોએ છ મહિનામાં જન્‍મ-મરણના પ્રમાણપત્રોની સંખ્‍યા, ટ્રાફિક સિગ્નલ, એનીમલ હોસ્‍ટેલ અને ઢોર સાચવવાની વ્‍યવસ્‍થા, સરકારી મિલ્‍કતોના બાકી વેરા, મોબાઇલ ટાવર, ટીપી સ્‍કીમ, ઇમ્‍પેકટ, રામવનની વિઝીટ, શાળાઓ, વાહનોની સંખ્‍યા, ડ્રેનેજની છ માસની ફરિયાદ, સાયકલ પ્રમોશન સબસીડી, સર્કલ ડેવલપમેન્‍ટ, એક વર્ષમાં બનેલા આવાસ, ફૂડની કામગીરી, રોડના કામ, આરોગ્‍ય કેન્‍દ્ર, ફૂડ ઝોન, સીટી બસ, વ્‍યવસાય વેરા નોંધણીનો પ્રશ્ન પૂછયો છે. કુલ ૧૮ કોર્પોરેટરોએ ૩૭ સવાલ મૂકયા છે.

દરખાસ્‍તો

આ બોર્ડમાં કુલ ૨૩ દરખાસ્‍ત છે. મહેકમ શાખામાં ભરતી નિયમો સુધારા, બઢતી, લાયકાત, નવી જગ્‍યા સહિતની મહેકમ વિભાગની તમામ દરખાસ્‍તો આવી ગઇ છે. કાલાવડ રોડ, મોટા મવા ગામતળથી આગળ જતો ૩૦ મીટરનો ટીપી રોડ ૪૫ મીટરનો કરવા માટે કપાયેલી જમીન સામે વળતર આપવા, શહેરના એરપોર્ટ રોડ પર આવેલ અમરજીતનગર તરીકે ઓળખાતા વિસ્‍તારની જમીન બસ ટર્મીનસના હેતુમાંથી રહેણાંક – વેચાણ માટે જમીનનો હેતુફેર (વેરીટ) નો નિર્ણય કરવામાં આવશે. આ નિર્ણયથી હવે રહેવાસીઓના મકાનોના દસ્‍તાવેજો થશે.

નામકરણ

વોર્ડ નં.૩ પોપટપરા નાલાથી રેલનગર પમ્‍પીંગ સ્‍ટેશનના માર્ગને મંગળસિંહ સોઢા, વોર્ડ નં.૬ની નવી લાયબ્રેરીને ચાણકય પુસ્‍તકાલય, વોર્ડ નં.૯માં રૈયા ગામથી વિદ્યાનિકેતન સ્‍કુલ પાસેના સાધુ વાસવાણી રોડ સમાંતર માર્ગને રૂપાબેન શીલુ અને વોર્ડ નં.૭ કોટક સ્‍કુલ પાછળથી રોકડીયા હનુમાન મંદિરને જોડતા માર્ગને ભગવાનજીભાઇ ચાવડા નામકરણ કરવા દરખાસ્‍ત આવી છે.

બોર્ડમાં નગરસેવકો સાથે મોબાઇલ પ્રતિબંધિત

મહાપાલિકામાં સ્‍ટે. કમીટી અને ભાજપ સંકલનની બેઠકની જેમ જ જનરલ બોર્ડમાં પણ કોર્પોરેટરો મોબાઇલ સાથે પ્રવેશી નહીં શકે તેમ મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્‍યું હતું. ગત સ્‍ટેન્‍ડીંગની બેઠક અને ભાજપ સંકલન પૂર્વે મીટીંગ હોલ બાર લોકરમાં તમામ કોર્પોરેટરએ મોબાઇલ જમા કરાવ્‍યા હતા તમામ પદાધિકારી અને ભાજપ પ્રમુખ ઉપસ્‍થિત હતા જેઓએ મોબાઇલ બહાર છોડયા હતા. મેયરે જણાવ્‍યું હતુ઼ કે હવેથી તમામ બોર્ડ મીટીંગ કે પક્ષની સંકલનમાં મોબાઇલ લઇ જવામાં નહીં આવે. એક કલાકના બોર્ડમાં કોર્પોરેટરો મોબાઇલ વગર સામેલ થાય તો ચર્ચામાં વધુ ધ્‍યાન આપી શકશે. વધુ તંદુરસ્‍ત ચર્ચા માટે આ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here