આજે નવા સંસદ ભવનમાં વિશેષ કામ શરુ:લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે શરુ

આજે નવા સંસદ ભવનમાં વિશેષ કામ શરુ:લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે શરુ
આજે નવા સંસદ ભવનમાં વિશેષ કામ શરુ:લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે શરુ
આજે પાંચ દિવસ ચાલનારા વિશેષ સત્રનો બીજો દિવસ છે ત્યારે આજે સંસદ નવા ભવનમાં શિફ્ટ થશે અને નવી સંસદ ભવનમાં ઉદ્ઘાટનના દિવસે સંસદસભ્યોને ભારતીય બંધારણ, સ્મારક સિક્કાઓ અને નવી સંસદ પર સ્ટેમ્પ અને પુસ્તિકા ધરાવતી વિશેષ ભેટ આપવામાં આવશે.  

Visit Saurashtra Kranti Homepage here

બીજા દિવસે જૂના સંસદ ભવનમાં ચાલનાર કાર્યક્રમમાં પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ સામેલ થશે નહીં. સ્વાસ્થ્યના કારણોસર તે હાજર રહી શક્શે નહીં. આજે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ચાલુ રહેશે. નવા સંસદ ભવનમાં લોકસભાની કાર્યવાહી બપોરે 1.15 કલાકે તેમજ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.15 કલાકે શરુ થશે. આ પહેલા બીજેપી સાંસદે નવી સંસદ ભવનને સમયની જરુરિયાત ગણાવતા કહ્યું હતું કે નવી સંસદ ભવન ભારતનું વિકાસશીલ દેશની વિકસિત દેશમાં પરિવર્તનનું સાક્ષી બનશે.

મહિલા અનામત બિલ આજે જ રજૂ થઈ શકે

નવા સંસદ ભવનમાં પ્રથમ સત્રમાં આજે મહિલા અનામત બિલને લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. આ બિલને કેબિનેટે ગઈકાલે સંસદના વિશેષ સત્ર દરમિયાન મંજૂરી આપી હતી. આ સાથે જ સુત્રના અનુસાર મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર લોકસભામાં 33 ટકા બેઠકો વધારવાનો નિર્ણય લઈ શકે છે જો આ નિર્ણય લેવામાં આવશે તો લગભગ 180થી વધુ બેઠકો વધી શકે છે અને લોકસભાની બેઠકોની સંખ્યા 545માંથી 725 સુધી પહોંચી શકે છે.

આ પ્રોજેક્ટ રૂ. 971 કરોડનો હતો

PM મોદીએ 10 ડિસેમ્બર, 2020 ના રોજ નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો અને તે ત્રણ વર્ષથી પણ ઓછા સમયમાં તૈયાર છે. 64,500 ચોરસ મીટરમાં ફેલાયેલી આ ચાર માળની ઇમારત ત્રિકોણાકાર છે. જો વિસ્તારની દૃષ્ટિએ જોવામાં આવે તો તે જૂના સંસદ ભવન કરતાં લગભગ 17,000 ચોરસ મીટર મોટું છે. આ સિવાય તેને અત્યાધુનિક ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેને ભૂકંપની અસર થશે નહીં. જ્યારે તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો ત્યારે તેને બનાવવાનો પ્રોજેક્ટ ટાટા પ્રોજેક્ટ્સને આપવામાં આવ્યો હતો અને તેના બાંધકામની અંદાજિત કિંમત 971 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.સંસદ ભવનનાં અધિકારીઓ અને કર્મચારીઓની આ નવી ચાર માળની હાઇટેક ઓફિસમાં સુરક્ષા માટે ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે. તેના છ પ્રવેશદ્વાર છે, જેમાંથી ત્રણ અશ્વ, ગજ અને ગરુડ દ્વાર ઔપચારિક દરવાજા છે. આ ગેટનો ઉપયોગ ઉપરાષ્ટ્રપતિ, સ્પીકર અને વડાપ્રધાન કરશે. જ્યારે અન્ય ત્રણ ગેટ મકર ગેટ, શાર્દુલ ગેટ અને હંસ ગેટનો ઉપયોગ સાંસદો અને જનતા માટે કરવામાં આવશે. આ હાઈટેક સંસદમાં અધિકારીઓ અને કર્મચારીઓની ઓફિસો પણ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. આમાં, કાફે, ડાઇનિંગ એરિયા અને કમિટી મીટિંગના અલગ-અલગ રૂમમાં હાઇટેક ઉપકરણો લગાવવામાં આવ્યા છે. કોમન રૂમ, લેડીઝ લોન્જ અને વીઆઈપી લોન્જની પણ જોગવાઈ છે.

Read Saurashtra Kranti E-Paper here

આ કંપનીએ ઓછા સમયમાં નવી સંસદની ડિઝાઈન તૈયાર કરી છે

તમામ પ્રકારની હાઈટેક સિક્યુરિટી સિસ્ટમથી સજ્જ નવી સંસદ બિલ્ડિંગની ડિઝાઈન ગુજરાત સ્થિત આર્કિટેક્ચર ફર્મ HCP ડિઝાઈન, પ્લાનિંગ અને મેનેજમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. પ્રાઈવેટ લિમિટેડ અને ઈમારત મુખ્ય આર્કિટેક્ટ બિમલ પટેલ છે, જેમણે ઘણી મોટી ઈમારતો ડિઝાઇન કરી છે. આર્કિટેક્ચરના ક્ષેત્રમાં તેમના અસાધારણ કાર્ય માટે તેમને વર્ષ 2019 માં પદ્મશ્રી પણ મળ્યો છે. તેમણે વિશ્વનાથ ધામ કાશી વિશ્વનાથ મંદિર, ગુજરાત હાઈકોર્ટ બિલ્ડીંગ, આઈઆઈએમ અમદાવાદ કેમ્પસ, ટાટા સીજીપીએલ ટાઉનશીપ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી સહિત ઘણી મોટી ઈમારતોની ડિઝાઈન તૈયાર કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here