અમદાવાદમાં વધુ 108 શરણાર્થીઓને આજે ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા કુલ 108 લોકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
આપને જણાવી દઈએ કે, દેશમાં શરણાર્થીઓ ભારતીય નાગરિત્વ આપવામાં અમદાવાદ મોખરે છે. અમદાવાદના જિલ્લાવહીવટી તંત્ર દ્વારા 2016થી આજ સુધી 1,149 લોકોને ભારતીય નાગરિકત્વ અપાયું છે. આજે અમદાવાદ ખાતે શરણાર્થીઓને નાગરિકત્વ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના કલેક્ટર પ્રવીણા ડી.કે, અમદાવાદના સર્વે ધારાસભ્યો, સિંધ માયનોરીટી માયગ્રન્ટ્સ એસોસીએશનના પ્રમુખ અને સભ્યો તેમજ પ્રમાણપત્ર સ્વીકૃતિ માટે આવનાર 108 લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન 108 શરણાર્થીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકનું પ્રમાણ આપવામાં આવ્યું હતું.
108 નાગરિકો ભારત દેશના નાગરિકો બન્યાઃ હર્ષ સંઘવી
આ તકે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે શરણાર્થીઓના ચહેરા પર દિવાળી જેટલી ખુશી છે. આ 108 નાગરિકો આજે આપણા મહાન ભારત દેશના નાગરિકો બન્યા છે. આ તમામ ત્યાં અનેક પ્રકારની વેદનાઓ સહન કરતા હતા. વિશે જાણીને અત્યંત દુઃખ થયું છે.મેં 2013માં કરી હતી અરજીઃ નંદલાલ લોહાણાભારતીય નાગિકત્વ મેળવનાર નંદલાલ લોહાણાએ જણાવ્યું હતું કે, હું 2013માં પરિવાર સાથે પાકિસ્તાન છોડીને ભારત આવ્યો હતો. મેં 2013માં ભારતીય નાગરિકતા મેળવવા માટે અરજી કરી હતી. ત્યારે આજે મને ભારતની નાગરિકતા મળી છે. જેને લઈને હું ખૂબ જ ખુશ છે.
Read Saurashtra Kranti E-Paper here
અમદાવાદમાં 1149 લોકોને અપાઈ ભારતીય નાગરિકતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી કોમના (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાની સત્તા મળેલી છે. અમદાવાદમાં 2016થી આજ સુધી 1,149 લોકોને ભારતીય નાગરિકત્વ અપાયું છે. 2017માં 187, 2018માં 256, 2019માં 205 શરણાર્થી ભારતના નાગરિક બન્યા છે. જ્યારે 2020માં 65 અને 2021માં 211 શરણાર્થી ભારતના નાગરિક બન્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here