આજે ઈતિહાસ રચશે chandrayan 3:ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરશે લેન્ડિંગ:કરનાર ભારત બનશે ચોથો દેશ

આજે ઈતિહાસ રચશે chandrayan 3:ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરશે લેન્ડિંગ:કરનાર ભારત બનશે ચોથો દેશ
આજે ઈતિહાસ રચશે chandrayan 3:ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરશે લેન્ડિંગ:કરનાર ભારત બનશે ચોથો દેશ
ચંદ્રયાન-3 મિશનનો ખર્ચ 600 કરોડ રૂપિયા છે. તે 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી શક્તિશાળી રોકેટ LVM માર્ક 3 સાથે લૉન્ચ કરવામાં આવ્યું હતું. ISROએ સોફ્ટ લેન્ડિંગના એક દિવસ પહેલા મંગળવારે (22 ઓગસ્ટ) માહિતી આપી હતી કે ‘ચંદ્રયાન-3 મિશન’ તેના માટે નિર્ધારિત સમયપત્રક મુજબ કામ કરી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ઈસરોએ કહ્યું કે આ મિશન નિર્ધારિત સમય પર છે. સિસ્ટમની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે. MOX/ISTRAC પર લેન્ડિંગ ઓપરેશનનું જીવંત પ્રસારણ બુધવારે સાંજે 5:20 વાગ્યે શરૂ થશે. જોકે, ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે જો 23 ઓગસ્ટે (લેન્ડર મોડ્યુલના સંદર્ભમાં) કોઈ હેલ્થ પેરામીટર અસામાન્ય જણાય છે, તો લેન્ડિંગમાં ચાર દિવસનો વિલંબ થશે, એટલે કે તેનું 27 ઓગસ્ટે લેન્ડિંગ કરવામાં આવશે. 

> રફ બ્રેકિંગ ફેઝ
– આ સમયે લેન્ડર લેન્ડિંગ સાઇટથી 750 કિમી દૂર હશે અને સ્પીડ 1.6 Km/sec હશે.
– આ ફેઝ 690 સેકન્ડ સુધી ચાલશે. આ દરમિયાન વિક્રમના તમામ સેન્સરનું કેલિબરેટ કરવામાં આવશે.
– 690 સેકન્ડમાં હોરિઝોન્ટલ સ્પીડ 358 મીટર/સેકન્ડ હશે અને નીચે તરફની સ્પીડ 61 મીટર/સેકન્ડ હશે.

> ઓલ્ટિટ્યૂડ હોલ્ડ ફેઝ
– વિક્રમ ચંદ્રની સપાટીના ફોટોગ્રાફ્સ લેશે અને પહેલાંથી અસ્તિત્વમાં રહેલા ફોટોગ્રાફ્સ સાથે એની તુલના કરશે.
– ચંદ્રયાન-2ના સમયે આ તબક્કો 38 સેકન્ડનો હતો, જે હવે ઘટાડીને 10 સેકન્ડ કરવામાં આવ્યો છે.
– આ દરમિયાન હોરિઝોન્ટલ વેલોસિટી 336 m/s અને વર્ટિકલ વેલોસિટી 59 m/s હશે.

> ફાઇન બ્રેકિંગ ફેઝ
– આ ફેઝ 175 સેકન્ડ સુધી ચાલશે, જેમાં સ્પીડ ઘટીને 0 થઈ જશે.
– લેન્ડરની સ્થિતિ સંપૂર્ણપણે વર્ટિકલ થઈ જશે.
– સપાટીથી ઊંચાઈ 800 મીટરથી 1300 મીટરની વચ્ચે હશે.
– વિક્રમના સેન્સર સક્રિય થશે અને ઊંચાઈ માપવામાં આવશે.
– ફોટા ફરી લેવામાં આવશે અને સરખામણી કરવામાં આવશે.

>ટર્મિનલ ડિસેન્ટ ફેઝ
– આગામી 131 સેકન્ડમાં લેન્ડર સપાટીથી 150 મીટર ઉપર આવશે.
– લેન્ડર પર લગાવવામાં આવેલ હેઝાર્ડ ડિટેક્શન કેમેરા સપાટીની તસવીરો લેશે.
– વિક્રમ પર લગાવવામાં આવેલ હેઝાર્ડ ડિટેક્શન કેમેરા ગો-નો-ગો ટેસ્ટ રન કરશે.
– જો બધું બરાબર રહેશે તો વિક્રમ 73 સેકન્ડમાં ચંદ્ર પર ઊતરશે.
– જો નો-ગોની સ્થિતિ હશે, તો 150 મીટર આગળ ગયા પછી તે અટકશે.
– ફરી સપાટી તપાસશે અને જો બધું બરાબર હશે તો લેન્ડ કરશે.

Read About Weather here

ચંદ્રયાન-3ના લેન્ડરના સોફ્ટ લેન્ડિંગમાં 15થી 17 મિનિટનો સમય લાગશે. આ સમયગાળો ’15 મિનિટ ઓફ ટેરર’ કહેવાય છે. જો ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો આપણો દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ (સાઉથ પોલ) પર લેન્ડ કરનારો પહેલો દેશ બનશે. ચંદ્ર પર લેન્ડિંગના બે કલાક પહેલાં લેન્ડર મોડ્યૂલની સ્થિતિ અને ચંદ્ર પરની પરિસ્થિતિઓના આધારે એ નક્કી કરશે કે એ સમયે લેન્ડ કરવું યોગ્ય રહેશે કે નહીં. જો કોઈપણ પરિબળ યોગ્ય હશે નહીં તો, 27 ઓગસ્ટે લેન્ડિંગ કરવામાં આવશે. ચંદ્રયાનનું બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશન રવિવારે રાત્રે 1.50 વાગ્યે પૂર્ણ થયું હતું. આ પછી ચંદ્રથી લેન્ડરનું લઘુતમ અંતર 25 કિમી અને મહત્તમ અંતર 134 કિમી છે. ડિબૂસ્ટિંગમાં અવકાશયાનની ગતિ ધીમી થઈ જાય છે.11 કલાક બાદ ચંદ્રની સપાટી પર ઈતિહાસ બનાવવા જઈ રહ્યું છે. આજે સાંજે 6.04 મિનિટ પર ચંદ્રયાન-3 મિશનનું લેન્ડર વિક્રમ ચંદ્રમાના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આ ક્ષણની દુનિયાભરના લોકો રાહ જોઈ રહ્યા છે. ઈસરોનું ચંદ્રયાન-3 આજે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરશે જે ચંદ્રની જમીનનો સૌથી દૂરનો વિસ્તાર છે. પરંતુ ચંદ્રયાન-3એ લેન્ડિંગ પહેલા જ ચંદ્રના આ ભાગના ફોટો મોકલીને આ સાબિત કરી દીધુ છે કે તેનો લક્ષ્ય શું છે.

ઈસરોના કમાન્ડ સેન્ટરમાં બેઠેલા વૈજ્ઞાનિક એલર્ટ મોડમાં છે. તેઓ ચંદ્રયાન-3ના લેન્ડરની દરેક મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. ત્યાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગ્લોરના કમાન્ડ સેન્ટરથી સાડા 7 હજાર કિમી દૂર દક્ષિણ આફ્રીકાના જોહાન્સબર્ગથી દરેક મિનિટની અપડેટ લઈ રહ્યા છે. પીએમ મોદી આ સમયે દક્ષિણ આફ્રીકાના પ્રવાસ પર છે.તે 22થી 24 ઓગસ્ટ સુધી દક્ષિણ આફ્રીકામાં આયોજીત 15માં બ્રિક્સ શિખર સન્મેલનમાં ભાગ લઈ રહ્યા છે. જોહાન્સબર્ગથી જ તે આ ઔતિહાસિક પલના સાક્ષી બનશે અને ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગને વર્ચુઅલી જોશે. તેની સાથે જ તે ઈસરોના મિશન ચંદ્રયાનના નવ રત્નથી વર્ચ્યુઅલી વાત પણ કરશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here