આઈ ફ્લૂના કેસમાં સતત વધારો : બિમારીથી બચવા માટે લોકો કાળા ચશ્મા પહેરે છે

આઈ ફ્લૂના કેસમાં સતત વધારો : બિમારીથી બચવા માટે લોકો કાળા ચશ્મા પહેરે છે
આઈ ફ્લૂના કેસમાં સતત વધારો : બિમારીથી બચવા માટે લોકો કાળા ચશ્મા પહેરે છે
આઈ ફ્લૂ થાય તો આંખોમાં દુખાવો, લાલાશ અનો સોજો આવે છે. આ બિમારીથી સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાતી આ ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે. એડેનોવાયરસના સંક્રમણના કારણે આઈ ફ્લૂ થાય છે. સંક્રમિત વ્યક્તિ વારંવાર આંખને અડે, ત્યાર પછી અન્ય વ્યક્તિના સંપર્કમાં આવે તો આ સંક્રમણ ફેલાવાનું જોખમ રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ બિમારીમાં કાળા ચશ્મા પહેરવાની સલાહ આપવામાં આવે છે. કાળા ચશ્મા પહેર્યા પછી વ્યક્તિ વારંવાર આંખને અડતો નથી અને આંખમાં ધૂળ ના જવાને કારણે વ્યક્તિ ઝડપથી સાજો થઈ જાય છે. આઈ ફ્લૂ ઠીક થવામાં 4-5 દિવસ લાગે છે. 3-4 દિવસ પછી આ બિમારીના લક્ષો પણ ઓછા થવા લાગે છે. આઈ ફ્લૂથી સંક્રમિત વ્યક્તિએ ડોકટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. આ બિમારીમાં ગમે તે દવાનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. આઈ ફ્લૂમાં દર્દીને આંખોમાં દુખાવો, સોજો અને બળતરા જેવી પરેશાની થાય છે. જેના કારણે આંખમાંથી પાણી નીકળે છે. ઈન્ફેક્શન વધવાને કારણે દર્દીને આંખોને જોવામાં પરેશાની થઈ શકે છે.આંખો લાલ થવી સવારે ઉઠીને આંખ ચોંટી જવી આંખોમાં સોજોઆંખોમાં દુખાવોઆંખોમાંથી પાણી નીકળવું અને આંખોમાં ખંજવાળ આવવી મોટાભાગે આ ઈન્ફેક્શન હાથથી ફેલાય છે. ખરાબ હાથથી આંખોને અડવું ના જોઈએ. ઉપરાંત કપડા, ટૂથબ્રશ અને મેકઅપની વસ્તુઓ એકબીજા સાથે શેર ના કરવી જોઈએ. જાહેર સ્થળ પર દરવાજાના હેન્ડલ અને સપાટીને અડકવું નહીં. 

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here