અમેરિકામાં ગ્રીનકાર્ડની પ્રક્રિયામાં ખૂબ જ વિલંબ થતાં ભારતીય મૂળના ૧.૩૪ લાખ બાળકોને પેરેન્ટ્સથી વિખૂટા પડવાની નોબત આવી પડી છે. એચ-૪ વિઝા હેઠળ અમેરિકામાં નોકરી કરતાં પેરેન્ટ્સ નિયમ પ્રમાણે ૨૧ વર્ષ સુધી સંતાનોને સાથે રાખી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
એ દરમિયાન જો ગ્રીનકાર્ડ ન મળે તો ૨૧ વર્ષ પછી સંતાનોએ ભારત પાછા આવી જવું પડે છે.અમેરિકામાં ગ્રીનકાર્ડનું ખૂબ જ મોટું વેઈટિંગ લિસ્ટ છે. અત્યારના નવા નિયમો પ્રમાણે એક દેશના સાત ટકા નાગરિકોને જ અમેરિકા ગ્રીનકાર્ડ આપે છે. દરેક દેશ માટે સાત ટકાનો કોટા નક્કી કર્યો છે. એ હિસાબે અત્યારે ગ્રીનકાર્ડનું જે વેઈટિંગ લિસ્ટ છે એમાં તમામનો વારો આવતા ૧૩૫ વર્ષનો સમય લાગી જાય! અગાઉ એકથી વધુ વખત સરકારને ગ્રીનકાર્ડ મેળવવા ઈચ્છતા લોકોએ રજૂઆતો કરી છે, પરંતુ આ પ્રક્રિયા ઝડપી બની નથી.
Visit Saurashtra Kranti Homepage here
અત્યારે ૧૦ લાખ ભારતીયો ગ્રીનકાર્ડ મેળવવાની લાઈનમાં છે અને પ્રક્રિયામાં વિલંબ થતાં ભારતીય નાગરિકો માટે નવી મુશ્કેલી સર્જાઈ છે. જો આગામી વર્ષોમાં ભારતીયોન ગ્રીનકાર્ડ નહીં મળે તો ૧.૩૪ લાખ બાળકો પર પેરેન્ટ્સથી વિખૂટા પડવાનું જોખમ મંડરાઈ રહ્યું છે. ગ્રીનકાર્ડ ન મળે ત્યાં સુધી ૨૧ વર્ષથી મોટા તમામ સંતાનોએ ભારત આવી જવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. માતા-પિતા પાસે એચ-૧ વિઝા હેઠળ અમેરિકામાં નોકરીનો અને રહેવાનો અધિકાર છે, પરંતુ બાળકોને એચ-૪ વિઝા હેઠળ ૨૧ વર્ષ સુધી જ રહેવાનો પરવાનો મળે છે. આવી સ્થિતિના કારણે અસંખ્ય પરિવારોની પરેશાની વધી જશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here