અમદાવાદ વિભાગ હેઠળના 10 બસ સ્ટેન્ડમાં સ્વચ્છ અને સાફ સુધરા કરવાની ઝુબેશ હાથ ધરવામાં આવી હતી. આ ડેપોમાં દરરોજ 70 હજારથી વધારે લોકો મુસાફરી કરે છે. મુસાફરો દ્વારા બસ સ્ટેન્ડમાં કચરો ફેક્વો તથા પાન પિચકારી મારીને ગંદકી કરવામાં આવી રહી છે. જેને લઈ એસટી તંત્ર દ્વારા સફાઈ ન કરાતા બસ સ્ટેશનો ગંદકીથી ખદબદી ઉઠ્યા હતા. ત્યારે એસ.ટી નિગમ અમદાવાદના વિભાગીય નિયામક જે. એન. પટેલ દ્વારા ડિવિઝનના દરેક બસ સ્ટેન્ડ, કન્ટ્રોલ પોઇન્ટ અને બસોમાં ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરવા આદેશ આપ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
વિભાગીય નિયામક આદેશ મુજબ ડેપો વર્કશોપમાં તમામ કર્મચારીઓ દ્વારા રેમ્પ, સ્ટોર, ઓફિસ, ટાયર રૂમ, ડીઝલ પંપની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં વર્કશોપના સામાન્ય ભંગારને ભંડાર શાખા ખાતે જમા કરવામાં આવ્યો હતો. ઉપરાંત વિભાગના તમામ બસ ડ્રાઇવર અને કંડક્ટરને પણ બસની સફાઈ બાબતે તેમની ફરજ અંગે સજાગ કરવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદ વિભાગની અંદર કાર્યરત ૩૩૦૦ જેટલા કર્મચારીઓએ એક સાથે મળીને તમામ જગ્યાઓને સ્વચ્છ બનાવવા ઝૂબેશ ઉપાડી હતી. છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલ આ કામગીરીને કારણે તમામ બસ સ્ટેન્ડ સ્વચ્છતાથી ઝળહળી ઉઠ્યા છે. એસટીની જગ્યાઓની સાફ સુતરી રાખવા માટે કોઈ વ્યક્તિ દ્વારા કચરો ફેલાવામાં ન આવે તેને લઈ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. જો કે, કોઈ મુસાફર કચરો નાંખતો ઝડપાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશેજેમાં અમદાવાદ વિભાગમાં આવતા 10 ડેપોમાં 24 કંટ્રોલ પોઈન્ટ, વર્કશોપ જગ્યાની અને તમામ બસોની સફાઈ કરવામાં આવી હતી.
Read About Weather here
બસ સ્ટેન્ડમાં મુસાફરો દ્વારા ફેકવામાં આવેલા કચરાનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. પાણીની પરબ અને વિવિધ ખૂણે ખાંચે મુસાફરો દ્વારા મારેલી પાન પીચકારીના દાગ હટાવવામાં કામગીરી કરાઈ હતી. ઉપરાંત બસ સ્ટેન્ડના તમામ પંખા લાઇટની સફાઈ સહિતની ગંદકીને દૂર કરાઇ હતી. તમામ બસ સ્ટેન્ડમાં આવેલા સ્ટોરની બહાર ફરજિયાત કચરાપેટી મુકાવા સૂચના આપવામાં આવી હતી. તથા બસ સ્ટેન્ડની પ્રિમાઈસીસમાં અને ટોયલેટ બ્લોકમાં તૂટેલી ટાઈલ્સને રીપેર કામ પણ કરવામાં આવ્યું હતું.જેને લઈ એસ.ટી.નિગમ દ્વારા દરેક બસ મથક સંકુલોમાં સ્વચ્છતાની જાળવણી માટેની કામગીરી શરૂ કરાઇ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here