અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર અકસ્માત : વડોદરાના બે યુવાનોના મોત 

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર અકસ્માત : વડોદરાના બે યુવાનોના મોત 
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર અકસ્માત : વડોદરાના બે યુવાનોના મોત 
ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ ગુજરાતને જાણે અકસ્માતોનું ગ્રહણ લાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે. ઇસ્કોનબ્રિજ પર નવ લોકોના મોત થયા બાદ પોલીસના સતત બંદોબસ્ત અને ચેકિંગ વચ્ચે પણ અકસ્માતોની વણજાર જોવા મળી રહી છે. મોડી રાતે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બે યુવાનોના મોત થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે ગુનો દાખલ કરીને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા પર સવાર વડોદરાના બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવને પગલે રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે મૃતક અમિત રાઠોડ અને પ્રકાશ સોની નામના બે યુવકોના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. તો વરણામા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં એક પછી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સતત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને બેફામ ડ્રાઈવિંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં આવા વાહનચાલકોને જાણે કાયદા અને પોલીસનો કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે.

Read About Weather here

મોડી રાતે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર કેલનપુર પાસે અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. પુરઝડપે આવી રહેલી ટ્રકે એક્ટિવાને ટક્કર મારી હતી. અમદાવાદના બાવળા-બગોદરા નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 10થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જે સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના પગલે PM, મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here