અમદાવાદમાં સૌથી મોંઘો સોદો : એક વારના રૂ.3.25 લાખ લેખે પ્લોટ વેચાયો

અમદાવાદમાં સૌથી મોંઘો સોદો : એક વારના રૂ.3.25 લાખ લેખે પ્લોટ વેચાયો
અમદાવાદમાં સૌથી મોંઘો સોદો : એક વારના રૂ.3.25 લાખ લેખે પ્લોટ વેચાયો
અમદાવાદના પ્રોપર્ટીના  ભાવ સતત નવી હાઈ સપાટીએ પહોંચી રહ્યા છે. તાજેતરમાં એસજી રોડ પર થયેલા એક પ્લોટના સોદામાં આ વાત સાબિત થઈ છે. એસ જી રોડ પર 4000 યાર્ડના એક પ્લોટની ડીલ થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં ચોરસ વાર દીઠ 3.25 લાખ રૂપિયાનો ભાવ ઉપજ્યો છે. આ બાબતના જાણકારોનું કહેવું છે કે અમદાવાદમાં અત્યાર સુધીમાં આ સૌથી મોંઘો રિયલ્ટી સોદો છે.લગભગ 4000 ચોરસ યાર્ડનો આ પ્લોટ ઈસ્કોન સર્કલ અને પ્રહલાદનગર વચ્ચે આવેલો છે. આ પ્લોટ ખરીદનાર ઈન્વેસ્ટરે એક ડેવલપર સાથે વાતચીત ચાલુ કરી છે. તેઓ અહીં એક જોઈન્ટ વેન્ચરને આકાર આપે તેવી શક્યતા છે. એપ્રિલ મહિનામાં જંત્રીના ઉંચા દર લાગુ થયા પછી અમદાવાદમાં આ પ્રથમ મોટી ડીલ છે. આ અગાઉ ઈસ્કોન-આંબલી રોડ પર પણ એક પ્લોટની ડીલ થઈ હતી ત્યારે 3.11 લાખ રૂપિયા પ્રતિ યાર્ડનો રેકોર્ડ ભાવ ઉપજ્યો હતો. ત્યાર બાદ ઈસ્કોન સર્કલ નજીક એક ફાર્મનું વેચાણ ત્રણ લાખ રૂપિયા પ્રતિ યાર્ડના ભાવે થયું હતું.

Read Saurashtra Kranti E-Paper here

રિયલ્ટી સેક્ટરના એક કન્સલ્ટન્ટે જણાવ્યું કે અમદાવાદમાં સિટીના બહારના ભાગમાં કેટલીક મોટી લેન્ડ ડીલ થઈ છે. વૈષ્ણોદેવી સર્કલ અને શીલજ નજીક પણ જોઈન્ટ વેન્ચરમાં અમુક ડીલ કરવામાં આવી છે.છેલ્લા એક દાયકામાં જમીન અત્યંત મોંઘી થઈ ગઈ છે, પરંતુ ફિનિશ્ડ પ્રોપર્ટી માટે એટલો ઉંચો ભાવ મળતો નથી. આ ઉપરાંત કન્સ્ટ્રક્શનનો ખર્ચ પણ ઘણો વધી ગયો છે તેથી ડેવલપર્સના માર્જિનને ફટકો પડ્યો છે. તાજેતરમાં કેટલીક હાઈ પ્રાઈસ ડીલ થઈ છે જેમાં ડેવલપર્સને શરૂઆતમાં તકલીફ પડી છે. તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here