અમદાવાદમાં પૂ.સાધ્વીજી ભગવંત શ્રી વિરયશાશ્રીજી મ.કાળધર્મ પામ્યા

અમદાવાદમાં પૂ.સાધ્વીજી ભગવંત શ્રી વિરયશાશ્રીજી મ.કાળધર્મ પામ્યા
અમદાવાદમાં પૂ.સાધ્વીજી ભગવંત શ્રી વિરયશાશ્રીજી મ.કાળધર્મ પામ્યા

દીક્ષાયુગપ્રવર્તક, તપાગચ્છાધિરાજ પરમારાધ્યપાદ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પ્રવચનપ્રદીપ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તી પૂ.સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ.સાધ્વીજી શ્રી રંજનશ્રીજી મ.સા. ના શિષ્યા પ્રવર્તીની પૂ.સાધ્વીજી શ્રી રતિપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યરત્ના,પૂજ્ય સા. શ્રી વિરયશાશ્રીજી મ. સા.આજ રોજ 6:20 કલાકે.

સમાધિ પૂર્વક કાળધર્મ પામેલ છે.તેમનો સંયમ 61 વર્ષનો અને તેમની વય 77 વર્ષની હતી હરિ કલ્પ ડીલક્ષ ફ્લેટ, ચંદ્રનગર બ્રિજ પાસે, સાબર ફ્લેટ ની સામે, પાલડી, અમદાવાદ ખાતેથી પૂ.સા.શ્રી વિરયશા શ્રીજીમ.ની જયજયનંદા જય જય ભદ્રાના સૂરો સાથે પાલખીયાત્રા નીકળી હતી જેમાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા.અને મુકિતધામ ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી.