અમદાવાદ શહેરમાં વધુ એક દુર્ઘટના સર્જાઈ છે. જેમાં નિર્માણાધિન બિલ્ડિંગમાં પાલક અને સ્લેબ તૂટતા 3 શ્રમિકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
12માં માળેથી પાલક તૂટતાં 3 શ્રમિકોના મૃત્યુ
મળતી માહિતી અનુસાર, શહેરના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના ઘટી હતી. જેમાં નિર્માણાધિન બિલ્ડિંગના બારમા માળેથી પાલક તૂટતાં 3 શ્રમિકો નીચે પડ્યા હતા. જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટના બાદ ત્રણેય શ્રમિકોના તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ સંદીપ, રાજુ અને અમિત નામના શ્રમિકોના મૃત્યુ નિપજ્યાં હતા. આ દુર્ઘટનાની જાણ થતાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ પણ બનાવસ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિકો ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here