બસના ડ્રાઈવર અને ક્લિનર ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ ક્રેનની મદદથી ડિવાઈડરમાંથી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
અમદાવાદના ઓગણજ ખાતે આવેલી લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને ઉતારીને પરત આવી રહી હતી. આ દરમિયાન અડાલજ-ગાંધીનગર હાઈવે પર ટ્રકે જોખમી રીતે ઓવરટેક કરતા બસ ડિવાઈડરમાં ઘૂસીને વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત સમયે સદનસીબે સ્કૂલ બસમાં બાળકો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતની જાણ રાહદારીઓ દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવી હતી. જે બાદ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને ક્લિનરને ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. તો બીજી બાજુ પોલીસ દ્વારા ક્રેનની મદદથી બસને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બસના ડ્રાઈવરસાઈડના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here