રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતાની સૂચના અન્વયે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા, સી.ડી.વાઘેલા તથા ફૂડ વિભાગની ટીમ સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શિવાલિક -8, ગોપાલ ચોક, રોઝરી સ્કૂલ સામે, સાધુવાસવાણી રોડ પાસે, રાજકોટ મુકામે આવેલ વિવેકભાઈ શ્રીચંદભાઈ બાલચંદાણીની અનાજ, કઠોળ, કરિયાણું, ગ્રોસરી વગેરેનું વેચાણ કરતી રિટેલર પેઢી અન્નપુર્ણા માર્ટની સ્થળ તપાસ કરવામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
પેઢીની તપાસ કરતાં 50% ભાવે આપવાના સ્ટીકર લગાવેલ વિવિધ પેક્ડ ખાધ્ય ચીજો જે દરેક વસ્તુ તપાસતા વિવિધ પ્રકારની બેકરી પ્રોડક્ટ્સ, ખાખરા, ચીકી, મરચું પાઉડર, હળદર પાઉડર, વિવિધ પ્રકારના મરી-મસાલા, અથાણાં, નુડલ્સ, પાસ્તા, ચોકલેટ તથા રેડી ટુ ઈટ ફૂડ વગેરે પેક્ડ ખાધ્ય ચીજને બે માસ થી ડોઢ વર્ષ જેટલા સમયથી એક્સપાયરી ડેટ વીતી ગયા બાદ વેચાણ માટે રાખેલ હોવાનું જોવા મળેલ તદ ઉપરાંત પેઢીમાં સંગહ કરેલ ડિસ્પ્લેમાં વેચાણ માટે રાખેલ અનાજ, કઠોળ, મગ, અળદ, વગેરે ખાધ્ય ચીજના પેકિંગ તપાસતા બગડેલા -સડેલા, ધનેડા- જીવાતવાળા જોવા મળેલ. પેઢી પર મળી આવેલ સમગ્ર અખાધ્ય જણાયેલ કુલ 290 કિ.ગ્રા. જથ્થો માનવ આહાર માટે યોગ્ય ન હોય જે ફૂડ બિઝનેશ ઓપરેટર સ્વીકારેલ. જે સમગ્ર અખાધ્ય જથ્થો ફરી વેચાણ ન થાય તે હેતુથી સ્થળ પર કાર્યવાહી કરી જઠખ વિભાગની ટીપર વાન દ્વારા ગાર્બેઝ ટ્રાન્સપોર્ટ સ્ટેશન ખાતે નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here