અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગઈકાલે અંતિમ પંઘાલે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. પંઘાલ સતત બે વખત અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનાર ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ બની. તેણે 53 કિગ્રાની કેટેગરીમાં ટાઈટલ જીત્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
ફાઇનલમાં તેણે યુક્રેનની મારિયા યેફ્રેમોવાને 4-0થી હરાવી હતી. આ ઉપરાંત ભારતની બીજી એક મહિલા કુસ્તીબાજ સવિતાએ પણ 62 કિગ્રાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. ગોલ્ડ મેડલ વિજેતા સવિતાએ 62 કિગ્રાની ફાઇનલમાં પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. તેણે વેનેઝુએલાની એ. પાઓલાને જબરદસ્ત રીતે હરાવી હતી. સવિતાએ સમગ્ર મેચ દરમિયાન આક્રમક રીતે રેસલિંગ કરી હતી. રોહતકની રહેવાસી સવિતાએ રમતને એકતરફી બનાવી દીધી હતી. તેણે ટેક-ડાઉન 2-પોઇન્ટર સાથે શરૂઆત કરી હતી. પછી તેણે પછી પાછળ વળીને ન જોયું અને સતત લીડ મેળવતી રહી હતી. તેણે પ્રથમ રાઉન્ડના અંત સુધીમાં 9-0ની સરસાઈ મેળવી લીધી હતી. જ્યારે બીજા પીરિયડની વાત આવી ત્યારે તેણે મેચમાં સારી પકડ બનાવી હતી. બીજા પીરિયડની શરૂઆત પછી સવિતાએ એક પણ પોઈન્ટ ન ગુમાવ્યો અને ઈતિહાસ રચ્યો હતો.
Read About Weather here
ભારતના કુલ 7 કુસ્તીબાજોએ મેડલ જીત્યા છે જેમાં ત્રણ ગોલ્ડ મેડલ પણ સામેલ છે. તેમાંથી કુંડુ (65 કિગ્રા) દ્વારા સિલ્વર જ્યારે રીના (57 કિગ્રા), આરજુ (68 કિગ્રા) અને હર્ષિતા (72 કિગ્રા) એ ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. હરિયાણાના હિસારની રહેવાસી પંઘાલે પોતાની રમતથી બધાના દિલ જીતી લીધા હતા. પંઘાલ માટે સમગ્ર ટુર્નામેન્ટ શાનદાર રહી હતી. તેણે આખી ટુર્નામેન્ટમાં માત્ર 2 પોઈન્ટ ગુમાવ્યા હતા. ભારતે રમતના ઈતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટીમની ટ્રોફી જીતી છે. ગયા વર્ષે અંતિમ પંઘાલ અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની હતી. હવે અંતિમ સિનિયર લેવલ પર પણ રમે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here