હાશ….ગઇકાલે ભૂચાલ આવ્યા બાદ શેર માર્કેટમાં ફરી રિકવરી દેખાઇ ખરી , જાણો સેન્સેક્સે કેટલાં અંકે મારી છલાંગ

હાશ....ગઇકાલે ભૂચાલ આવ્યા બાદ શેર માર્કેટમાં ફરી રિકવરી દેખાઇ ખરી , જાણો સેન્સેક્સે કેટલાં અંકે મારી છલાંગ
હાશ....ગઇકાલે ભૂચાલ આવ્યા બાદ શેર માર્કેટમાં ફરી રિકવરી દેખાઇ ખરી , જાણો સેન્સેક્સે કેટલાં અંકે મારી છલાંગ

લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં 4 જૂને ભાજપ પોતાના તરફી સ્પષ્ટ બહુમતી ન મળવાને કારણે બજાર તૂટયું પરંતુ આજે સારી રિકવરી સાથે ટ્રેડિંગ શરૂ થયું.

મંગળવારે શેરબજાર તૂટયું હતું પણ એ બાદ આજે 5 જૂન 2024ના રોજ સારી રિકવરી જોવા મળી છે. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોની મજબૂત શરૂઆત થઈ છે અને આજના કારોબારમાં નિફ્ટી 22100 ની નજીક આવી ગયો છે.સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં લગભગ 650 પોઈન્ટ મજબૂત થયો છે.

આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. અને આજે સ્થાનિક શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર જણાય છે.જ્યારે આ પહેલા મંગળવારે અમેરિકન શેરબજારો ઉછાળા સાથે બંધ થયા હતા.

જો કે સ્થાનિક સ્તરે પણ રાજકીય અસ્થિરતાની લાગણી હજી સંપૂર્ણપણે શાંત થઈ નથી. અત્યારે પણ ઘણા શેરોમાં વધ-ઘટ જોવા મળી રહી છે.મંગળવારે પરિણામના દિવસે સેન્સેક્સ 6100 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. નિફ્ટી પણ તેની ઓલ ટાઈમ હાઈથી ઘણી નીચે સરક્યો હતો.