નસબંધી છતાં પાંચમી (5) વખત ગર્ભવતી થતા મહિલાએ માંગ્યુ વળતર

અમદાવાદ-AHMEDABAD
અમદાવાદ-AHMEDABAD

નસબંધી છતાં ગર્ભવતી

બિહારના મુઝફરપુરમાં એક ગર્ભવતી મહિલાએ ડોક્ટરો વિરુદ્ધ કન્ઝ્યુમર ફોરમમાં કેસ દાખલ કરાવ્યો છે. મહિલાએ જિલ્લાના મોતીપુર પીએચસીમાં નસબંધી કરાવી હતી, તેમ છતા મહિલા ગર્ભવતી થઈ હતી. હવે મહિલાએ કન્ઝ્યુમર કોર્ટમાં ૧૧ લાખ રૂપિયાનું વળતર માંગતો દૃાવો કર્યો છે. આ કેસની સુનાવણી ૧૬ માર્ચે થવાની છે. આ મામલે મહિલાએ સ્વાસ્થય વિભાગના પ્રધાન સચિવ સામે કેસ દાખલ કર્યો છે.

મોતીપુર પ્રખંડના અંતર્ગત સરકારી હોસ્પિટલમાં પરિવાર નિયોજન કાર્યક્રમ અંતર્ગત ૨૭ જુલાઈ ૨૦૧૯ના રોજ ફુલકુમારીએ નસબંધી કરાવી હતી. આ દરમિયાન તેણે સરકાર તરફથી જણાવેલા દરેક નિર્દેશોનું પાલન કર્યું હતું.

Subscribe Saurashtra Kranti here.

મહિલાએ જણાવ્યું કે, પહેલેથી જ તેના ચાર બાળકો છે અને તેમનો ખર્ચ પૂરો પાડવો પરિવાર માટે મુશ્કેલ છે.પરિવાર નિયોજનનું ઓપરેશન કરાવ્યા છતાં બે વર્ષ પછી મહિલા પાંચમી વખત ગર્ભવતી થઈ હતી. આ સંજોગોમાં તે પાંચમા બાળકનો ઉછેર કરે તેવી તેની કોઈ આર્થિક સ્થિતિ નથી. આ મામલે મહિલા વકીલ એસ.કે. ઝાએ જણાવ્યું કે, મહિલા ઘણાં ગરીબ પરિવારની છે. જે ૪ બાળકોનું ભરણપોષણ કરવા માટે સક્ષમ નથી. મહિલા ફરી ગર્ભવતી થઈ છે, જે સરકારની બેદરકાર વ્યવસ્થાને દર્શાવે છે.

જિલ્લા કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. આ મામલે આગામી સુનાવણી ૧૬ માર્ચે થવાની છે. પ્રધાન સચિવ સ્વાસ્થય વિભાગ સિવાય ત્રણ અન્ય લોકોની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહિલાનું કહેવું છે કે, તેણે પરિવાર નિયોજનમાં (નસબંધીનું) ઓપરેશન કરાવ્યું, પરંતુ બે વર્ષ પછી તે ફરી ગર્ભવતી થઈ ગઈ.

Read About Weather here

તેના કારણે પરિવારમાં પણ ખૂબ નિરાશા છે. જ્યારે મહિલાએ આ વાતની ફરિયાદ કરી ત્યારે મોતીપુર જિલ્લા હોસ્પિટલમાં તેમનું અલ્ટ્રાસાઉન્ડ કરાવવામાં આવ્યું હતું. જેમાં તે ગર્ભવતી હોવાનો ખુલાસો થતા તેને ખૂબ આશ્ર્ચર્ય સાથે નિરાશા થઈ હતી. પરિવાર નિયોજન પછી મહિલાના ગર્ભવતી થવાના કેસમાં જિલ્લા ચિકિત્સા પદાધિકારીએ જણાવ્યું કે, આ કેસને ધ્યાનમાં લેવામાં આવ્યો છે. આવા કેસ સામે આવે છે. જેમને ફોર્મ ભરવાથી ૩૦ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ મહિલાને પણ આ રકમ આપવામાં આવશે. ઓપરેશન દરમિયાન અમુક કેસ ફેસ જતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here