એન્ટિલિયા કેસ: તિહાડમાં રેડ, આતંકી તહસીન અખ્તરના બેરેકમાંથી મોબાઇલ સીઝ કરાયો (3)

    ANTILIA-NIA
    ANTILIA-NIA

    એન્ટિલિયાની બહાર ઊભેલી સ્કોર્પિયો

    મુંબઈ સ્થિત એન્ટિલિયાની બહાર ઊભેલી સ્કોર્પિયોમાંથી જિલેટીનની સ્ટિક્સ મળવાના તાર દિલ્હીની તિહાડ જેલ સાથે જોડાયેલા છે. સુરક્ષા એજન્સીઓએ ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકીની બેરેકમાંથી મોબાઈલ ફોન સીઝ કર્યો છે. એક મીડિયાના અહેવાલ મુજબ, તિહાડમાં ગુરુવારે સાંજે ૬ વાગ્યાથી રાતે ૯ વાગ્યા સુધી રેડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, સુરક્ષા એજન્સીઓએ જેલ નંબર-૮માં રેડ કરી. ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકી તહસીન અખ્તરની બેરેકમાંથી મોબાઈલ સીઝ કરવામાં આવ્યો છે. આ મોબાઈલમાંથી ટેલિગ્રામ ચેનલ એક્ટિવેટ કરવામાં આવી હતી. તહસીન અખ્તર, પટનાના ગાંધી મેદાનમાં પીએમ નરેન્દ્ર મોદીંની રેલીમાં બોમ્બબ્લાસ્ટ, હૈદરાબાદમાં બ્લાસ્ટ, બોધગયા બોમ્બબ્લાસ્ટમાં સામેલ રહૃાો છે.

    Subscribe Saurashtra Kranti here.

    તહસીન અખ્તરના બેરેકમાંથી મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો, એન્ટિલિયાની બહાર ઊભેલી સ્કોર્પિયોમાંથી જિલેટીનની સ્ટિક્સ મળવાના તાર દિલ્હીની તિહાડ જેલ સાથે જોડાયેલા છે.આ મોબાઈલમાં ટોર બ્રાઝર દ્વારા વર્ચ્યુઅલ નંબર ક્રિયેટ કરવામાં આવ્યો અને પછી ટેલિગ્રામ અકાઉન્ટ બનાવવામાં આવ્યું. એ પછી ધમકીભર્યું પોસ્ટર તૈયાર કરવામાં આવ્યું. હવે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ તહસીન અખ્તરને જેલમાંથી રિમાન્ડ પર લઈને પૂછપરછ કરશે. એની સાથે જ એક બીજો મોબાઈલ નંબર પણ સ્પેશિયલ સેલના રડાર પર છે.

    Read About Weather here

    આ નંબર સપ્ટેમ્બરમાં એક્ટિવેટ થયો હતો અને પછી બંધ કરી દેવામાં આવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ, બે મોબાઈલ નંબર નકલી દસ્તાવેજના આધારે તિહાડમાં બંધ કેટલાક લોકો માટે ખરીદવામાં આવ્યા હતા. ખાનગી સાયબર ફર્મે તૈયાર કરેલા એક સિક્યોરિટી એનાલિસિસ રિપોર્ટના જણાવ્યા અનુસાર, એ ટેલિગ્રામ ચેનલ ૨૬ ફેબ્રુઆરીએ ૩ વાગ્યે ટોર નેટવર્ક દ્વારા બનાવવામાં આવી હતી. એનો ડાર્ક વેબનો ઉપયોગ કરવા માટે કરવામાં આવે છે. જે સિમકાર્ડથી આ કરવામાં આવ્યું હતું એનું લોકેશન તિહાડ જેલ આવી રહૃાું છે. ડાર્ક વેબ ઈન્ટરનેટનો એક હિસ્સો છે, જેને માત્ર TOR જેવા નેટવર્કના માધ્યમથી એક્સેસ કરી શકાય છે, નહિ કે પારંપરિક સર્ચ એન્જિન પર.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here