આધારકાર્ડ બનાવવા જતાં મુકબધિર બાળા ૫ વર્ષથી સુરત ગુમ થયેલ મળી

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

આધારનો પુરાવો પણ ગુમ બાળકોને શોધી શકે છે. આવો એક કિસ્સો હાલમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૫માં સચિન જીઆઇડીસીમાં રહેતી ૧૪ વર્ષની મૂકબધીર કિશોરી ગુમ થઈ હતી, આ કિશોરીનો ૬ મહિના પહેલા કોલકાતામાં આધારકાર્ડ બનાવવા ફિંગર પ્રિન્ટ લેવાતા તેનો આધાર કાર્ડ પહેલાથી જ બનેલો હોવાનું બહાર આવ્યું હતું. સચિન જીઆઇડીસીમાં ૨૦૧૫માં ૧૪ વર્ષની મૂકબધીર કિશોરી ટ્રેનમાં બેસી કોલકાતા નીકળી ગઈ હતી.

કોલકાતામાં પોલીસનું કિશોરી પર ધ્યાન જતાં પોલીસે તેને કોલકાતાના ઈશ્ર્વર સંકલ્પ નામની સંસ્થાના હવાલે કરી હતી. આધાર કાર્ડ બનાવવા ફિંગર પ્રિન્ટ લેતા ગુમ થયેલી સચિનની કિશોરીનો પતો ૫ વર્ષ પછી મળ્યો હતો. જેથી પોલીસે સુરત આવેલા પરિવારના હવાલે કરી હતી. આધારકાર્ડના ફિંગર પ્રિન્ટ આધારે સંસ્થાએ તેનું એડ્રેસ મેળવ્યું, જેમાં કિશોરી અને તેના પિતાનું નામ અને ઉધના-પાંડેસરા-ભેસ્તાનનું એડ્રેસમાં લખ્યું હતું.

કોલકાતાની પોલીસે સુરત પોલીસનો સંપર્ક કરી કિશોરીની આધારકાર્ડની વિગતો મોકલી આપી હતી. ક્રાઇમબ્રાંચની મિસીંગ સેલ આધારકાર્ડ આધારે મતદૃાર યાદીમાં તેના પિતાની તપાસ કરી હતી. જેમાં કિશોરીનું એડ્રેસ સચિન જીઆઇડીસી સાંઇનગર મળ્યું હતું. જેથી ફોટોના આધારે ઘરે પહોંચ્યા હતા.