૨૧ વર્ષીય યુવતીને ૪૨ વર્ષના પુરુષે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી લેતા ચકચાર

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીને તેનાથી ડબલ ઉંમરના એટલે કે ૪૨ વર્ષના પુરૂષે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી લીધાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ પુરૂષે પહેલી પત્નીને છૂટાછેડા આપી ૨૧ વર્ષીય યુવતી લગ્ન કર્યા બાદ થોડા સમયમાં તેની પહેલી પત્ની ઘરે પરત આવી સાથે રહેવા લાગી હતી. ત્યાર બાદ પતિ-પત્ની યુવતીને ઘરમાં નોકરાણીની જેમ રાખતા હતા. માત્ર એટલું જ નહીં, આ હેવાન પુરૂષે યુવતીને ગુપ્તભાગે કોઈને બતાવી ન શકે તેવા કાતરોના ઘા મારી ઇજા પહોંચાડી હતી. જેને પગલે યુવતીએ મહિલા હેલ્પલાઈન લાઈનની મદદ માગતા મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને બંનેની ચુંગાલમાંથી છોડાવી હતી.

યુવતીને ઘરમાં ગોંધી રાખી તેની સાથે દુર્વ્યવહાર કરતા હતા. ૪૨ વર્ષીય પુરૂષે પ્રેમજાળમાં ફસાવી પત્ની સાથે મળી યુવતી સાથે ખરાબ રીતે વર્તન કરતા મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને બંનેના ચુંગાલમાંથી છોડાવી હાલમાં સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલી આપી હતી.

૨૧ વર્ષીય યુવતી ગોતા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં નોકરી કરતી હતી. તેની સાથે જ ૪૨ વર્ષનો એક પુરૂષ નોકરી કરતો હતો. આ શખ્સે યુવતીને મોટા મોટા સપનાઓ અને વચનો આપી પ્રેમજાળ ફસાવી હતી. પહેલી પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા છે કહી અને લગ્ન કરવા તેને દૃબાણ કર્યું હતું. લગ્ન કર્યા બાદ યુવતીને તેના ઘરે લઈ ગયો હતો. ઘરે લઈ ગયા બાદ થોડા દિવસમાં જ તેની પહેલી પત્ની તેના ઘરે પાછી આવી ગઈ હતી. જેથી આ શખ્સે યુવતીને કહૃાું કે, હું મારી પહેલી પત્ની અને તને પણ રાખીશ. ત્રણેય એક સાથે ઘરમાં સાથે રહેવા લાગ્યા હતા. યુવતીને એમ હતું કે તેનો પતિ સારી રીતે રાખશે પરંતુ તેનાથી વિપરીત થયું હતું.

યુવતીએ પોતાની ચુંગાલમાંથી છૂટવા માટે મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. યુવતી પોતાની આપવીતી કહેતા કહેતા રડી પડી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે તેને સાંત્વના આપી તારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આવશે કહી અને તેને બંને પતિ- પત્નીના સકંજામાં મુક્ત કરાવી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપી હતી.