સુરતમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી આગ્રાથી ઝડપાયો

સચિન જી.આઈ.ડી.સી.વિસ્તારમાં ૮ વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારી ફરાર થઇ જનારા નરાધમને પોલીસે આગ્રાથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લાગી હતી અને આખરે પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી છે જોકે પોલીસ ગતરોજ આરોપી સુરત ખાતે લઇ આવી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની મેડિકલ સાથે કોર્ટમાં રજુ કરી રીમાળની માંગણી પણ પોલીસ કરવાની છે

સુરતના સચિન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. ૫ દિવસ અગાઉ શ્રમજીવી પરિવારની સાથે સુતેલી ૮ વર્ષીય બાળકીને નરાધમ યુવક રાત્રીના સમયે ઉપાડી ગયો હતો અને ઝંડી ઝાખરામાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ત્યાં જ કડક્ડતી ઠંડીમાં તેને મૂકી ફરાર થઇ ગયો હતો. બીજા દિવસે સવારે બાળકી નહી મળતા પોલીસને પરિવારજનોએ જાણ કરી હતી અને પોલીસે બાળકીને શોધવા ટીમો કામે લગાડી હતી.

આ દરમ્યાન એક ચાની લારી ચલાવતા ઈસમને બાળકી મળી હતી અને તેણે પોલીસને જાણ કરી હતી. બાળકીના કપડા પર લોહીના ડાઘા હતા જેથી બાળકી સાથે દુષ્કર્મ થયાની આંશકા ગયી હતી અને આખરે બાળકીનું મેડીકલ પરીક્ષણ કરાવતા બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું.