મહિલા ટી૨૦માં ઈંગ્લેન્ડે પ્રથમ વખત ૫ મેચની સિરિઝમાં ક્લીન સ્વીપ કર્યું

ઈંગ્લેન્ડની મહિલા ટીમે ટી૨૦ સીરીઝ ૫-૦થી જીતી છે. ટીમે સીરીઝની છેલ્લી મેચમાં વિન્ડીઝને ૩ વિકેટે હરાવ્યું. ઈંગ્લેન્ડે પ્રથમ વખત ૫ મેચની સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. આ અગાઉ તેને બે વખત પાંચ મેચની સીરીઝમાં ૪-૧થી વિજય મળ્યો હતો. વરસાદૃના કારણે મેચ ૨.૩૦ કલાક મોડી શરૂ થઈ હતી અને તેને ૫-૫ ઓવરની કરી દૃેવાઈ હતી. ઈંગ્લિશ ટીમે ટોસ જીતી પ્રથમ બોિંલગનો નિર્ણય લીધો.

વિન્ડીઝની ટીમે પ્રથમ બેિંટગ કરતાં ૩ વિકેટે ૪૧ રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લિશ ટીમે ૭ વિકેટ ગુમાવીને ૪.૩ ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. વિન્ડીઝ તરફથી ફાસ્ટ બોલર શેમિલા કોનેલે ત્રણ વિકેટ લીધી અને મેન ઓફ ધ મેચ બની. ઈંગ્લેન્ડની સારાહ ગ્લેનને પ્લેયર ઓફ ધ સીરીઝ જાહેર કરાઈ. તેણે સીરીઝમાં ૭ વિકેટ લીધી હતી અને ૪૬ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે સળંગ ત્રીજી ટી૨૦ સીરીઝમાં વિન્ડીઝને હરાવી છે.