ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની શક્તિશાળી બહેન કિમ યો જોંગ લગભગ બે મહિના બાદ ફરી તેના ભાઈ કિમ જોંગ ઉન સાથે જોવા મળી છે. કિમ જોંગ ઉન અને તેની બહેન કિમ યો જોંગે પૂરથી પ્રભાવિત ગામની મુલાકાત લીધી હતી. કિમ જોંગ-ઉને દેશમાં કિમ્હવા કાઉન્ટીના ફરીથી નિર્માણની ગતિની પ્રશંસા કરી. તેમણે કહૃાું કે આ વર્ષે તોફાન અને અન્ય કુદરતી આફતોએ આપણી સમસ્યાઓ ખૂબ વધારી દીધી છે.
માનવામાં આવે છે કે કિમ જોંગ ઉન બાદ તેમની બહેન નાના કિમ યો જોંગનો નંબર આવે છે. કિમ યો જોંગ પોતાના પરિવારનું એકમાત્ર સભ્ય છે જે સરમુખત્યારની ખૂબ નજીક છે અને રાજકારણમાં સાર્વજનિક ભૂમિકામાં છે. કિમ યો જોંગ હંમેશાં દક્ષિણ કોરિયાને ધમકી આપતી રહી છે. વાવાઝોડા અને પૂરથી ઉત્તર કોરિયામાં ભારે વિનાશ સર્જાયો છે. હજારો મકાનો બરબાદ થઈ ગયા છે અને દેશમાં ખાદ્યાન્નનું સંકટ સર્જાયું છે.
અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે કિમ જોંગ ઉન તેમની બહેન કિમ યો જોંગની હત્યા કરાવી શકે છે. કિમના ગાયબ થવા પર તેમની બહેન કિમ યો જોંગના હાથમાં સત્તાની સંપૂર્ણ તાકાત આવી ગઇ હતી. એવો દાવો કરવામાં આવી રહૃાો હતો કે હવે જ્યારે કિમ જોંગ ઉન ફરી એકવાર સામે આવી ગયા છે તો બંનેની વચ્ચે પાવર શેિંરગને લઇ વિવાદ વધી રહૃાો છે.
રિપોર્ટ અનુસાર ૨૭ જુલાઈથી કિમ જોંગની બહેન ક્યાંય પણ જાહેરમાં જોવા મળી નહોતી. એવી આશંકા હતી કે કિમ જોંગ તેની હત્યા કરાવી શકે છે. ઉત્તર કોરિયાના આ સરમુખત્યાર પોતાના હરીફોથી છૂટકારો મેળવવા માટે આવી યુક્તિઓ પહેલાં અપનાવી ચૂક્યો છે. કિમ જોંગ ઉન સરકારી બેઠકોમાં ભાગ લઈ રહૃાો છે. તાજેતરમાં જ ઉત્તર કોરિયાના તોફાનગ્રસ્ત વિસ્તારોમાં ફરતા ફોટો પણ વાયરલ થયા હતા.