અત્યાર સુધી સામાન્ય લોકો સામાન્ય લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા હતા, પરંતુ હવે ઠગો IAS, IPS અધિકારીઓ, ધારાસભ્યો સહિત સરકારી અધિકારીઓના સોશિયલ મીડિયા ફેક એકાઉન્ટ બનાવી લોકો પાસે ગૂગલ પે, પેટીએમ વગેરે મારફતે પૈસા માગતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે હવે રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડૉ.શમશેર સિંઘ દ્વારા IAS અને IPS અધિકારીઓના નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ મામલે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં અધિકારીઓને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ વેરીફાઈ કરાવીને બ્લુ ટીક મેળવી લેવા સહિતના સૂચનો કરાયા છે. ફેક પ્રોફાઈલ બનતી અટકાવવા સૂચનો પોલીસ મહાનિર્દેશક ડૉ. શમશેર સિંઘએ એડવાઇઝરીમાં જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનની સુવિધાનો લાભ સરકારી કર્મચારીઓ સહિત તમામ નગારિકો વ્યાપક પ્રમાણમાં ઉઠાવી રહ્યા છે. પરંતુ હાલના સમયમાં સાયબર ક્રાઈમનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે. જેમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સના ફેક એકાઉન્ટ બનાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. જેમાં IAS, IPS તથા અન્ય અધિકારી/કર્મચારીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક પ્રોફાઈલ બની રહ્યા છે. આવા IAS, IPS તથા અન્ય અધિકારી/કર્મચારીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક પ્રોફાઈલ બનાવી ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિ આચરે છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. આવી ગુનાહિત પ્રવૃતિ રોકવા માટે એડવાઈઝરી નીચે પ્રમાણે છે.
એકાઉન્ટ લોક રાખવા
તમામ અધિકારીઓએ તેમના એકાઉન્ટ/પ્રોફાઈલને વેરીફાઈ કરવીને બ્લુ ટીક મેળવવી જોઈએ જેથી ફેક પ્રોફાઈલને ઝડપથી ઓળખી શકાય. તો તમામ અધિકારીઓએ ફેક પ્રોફાઈલ બનતી અટકાવવા એકાઉન્ટ લોક રાખવા જોઈએ. એટલે કે તેમના એકાઉન્ટ પબ્લિકના બદલે પ્રાઈવેટ રાખવા જોઈએ.
Read Saurashtra Kranti E-Paper here
એકાઉન્ટના પાસવર્ડ સ્ટ્રોંગ રાખવા
આ ઉપરાંત એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રોફાઈલ/એકાઉન્ટ પર આવતી ફ્રેન્ડ રીકવેસ્ટને એક્સેપ્ટ કરતા પહેલા તેની ખરાઈ કરવી જોઈએ અને ખરાઈ કર્યા બાદ જ રીકેવેસ્ટ એક્સેપ્ટ કરવી જોઈએ. આ ઉપરાંત સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ સ્ટ્રોંગ રાખવા જોઈએ અને તેને સમયાંતરે બદલવા જોઈએ. અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પાસવર્ડ અલગ-અલગ જ રાખવા જોઈએ.
IPS હસમુખ પટેલના નામનું બન્યું હતું ફેક એકાઉન્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ IPS હસમુખ પટેલના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હતું. જે એકાઉન્ટ બનાવનારા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ હસમુખ પટેલે આ અંગેની માહિતી સોશિયલ મીડિયામાં શેર કરી હતી. IAS, IPS અધિકારીઓના સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટને લઈને સરકાર હરકતમાં આવી છે. ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વિકારતા પુર્વે તે મોકલનારની પ્રોફાઈલ કે એકાઉન્ટની ચકાસણી કરે. પ્લેટફોર્મ પરના એકાઉન્ટ કે પ્રોફાઈલના પાસવર્ડ સ્ટ્રોગ રાખવા અને સમયાંતરે તેમાં બદલાવ કર્યા કરવુ. આવા તમામ એકાઉન્ટના ટુ ફેક્ટર ઓથોરાઈઝેશન રાખવા અને અલગ અલગ એકાઉન્ટના પાસવર્ડ એક સમાન રાખવા નહી.આવા એકાઉન્ટને પબ્લિક કે અનપ્રોટેક્ટેડ ડિવાઈસમાંથી લોગ ઈન કરવાનું ટાળવુ જોઈએ. તેમ આવી અનેક સુચનનો અમલ કરાવવા તમામ જિલ્લા અને મહાનગરોના પોલીસ વડાઓ માટે એડવાઈઝરી જાહેર કરાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here